કોરોનાને લઈને સણસણતો ખુલાસો, ચીની અધિકારીઓના ભ્રષ્ટાચારથી દુનિયામાં ફેલાયો કોવિડ-19

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને ચીન (China) પર ફરી એકવાર પ્રશ્નો ઊઠી રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલી એક તપાસ (Investigation)માં ખુલાસો થયો છે કે સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અધિકારીઓની લાપરવાહીના કારણે દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું. આ એજન્સીઓના અધિકારીઓ (Officers)ના ભ્રષ્ટાચાર અને પક્ષપાતના કારણે મોટા પ્રમાણમાં ગરબડ થઈ. આ કારણે કોરોના વાયરસના શરૂઆતના પ્રસારને રોકવામાં અડચણ આવી.
ટેસ્ટ કિટ્સ કંપનીઓ સાથે હતી સાંઠગાંઠ
સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે ચીનમાં સીડીસીના અધિકારીઓએ ખાસ કરીને શાંઘાઈની ત્રણ કંપનીઓને ટેસ્ટ કિટ્સની ડિઝાઇન અને વિતરણની સત્તા આપી છે જેમાં અધિકારીઓના વ્યક્તિગત સંબંધ હતા. જો કે, ત્યાં સુધી લોકોએ આ કંપનીઓ વિશે વધુ સાંભળ્યું ન હતું. આ તપાસ આંતરિક દસ્તાવેજો, કરાર, સંદેશા અને ઇ-મેલ્સ તેમજ 40થી વધુ ચિકિત્સકો, સીડીસી કર્મચારીઓ, આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગ નિરીક્ષકો પર આધારિત છે.
1,46,600 ડોલરનો ભ્રષ્ટાચાર?
આ મુદ્દા અને વ્યવહારથી વાકેફ બે સૂત્રોના જણાવ્યા મુજબ શાંઘાઈ કંપનીઓ – જીનિયોડીએક્સ બાયોટેક, હ્યુઈરુઇ બાયોટેકનોલોજી અને બાયોજર્મ મેડિકલ ટેકનોલોજીએ માહિતી અને વિતરણ અધિકારો માટે ચાઇના સીડીસીને ચુકવણી કરી. તેમણે પોતાનું નામ જાહેર ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કિંમત 10 લાખ આરએમબી (1,46,600 ડોલર) હતી. તે સ્પષ્ટ નથી કે પૈસા ચોક્કસ વ્યક્તિઓને ગયા કે કેમ. આ દરમિયાન સીડીસી અને તેની મુખ્ય એજન્સી રાષ્ટ્રીય આરોગ્ય આયોગે અન્ય વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને તેમના ઘરની કીટથી વાયરસનું પરીક્ષણ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો.
કોરોનાને લઈ લોકોને ભેગા થતા અટકાવવામાં અધિકારીઓ નિષ્ફળ
તેમણે દર્દીઓના નમૂનાઓનું નિયંત્રણ લીધું અને કોરોના વાયરસના કેસોની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગના માપદંડને વધારે જટિલ બનાવ્યા. એવા સમયે જ્યારે વાયરસ ધીમો થઈ શકતો હતો, ખામીયુક્ત તપાસ પદ્ધતિએ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને આ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો તે જોવાથી રોક્યા. ચીની અધિકારીઓ 5 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે એક પણ નવો કેસ શોધી શક્યા નથી, જ્યારે સેંકડો લોકોને વુહાનમાં ચેપ લાગ્યો હતો. આ શહેરમાં જ વાયરસ પ્રથમ દેખાયો. કેસોને લઇને આ સંભવિત શાંતિનો અર્થ એ થયો કે સામાન્ય લોકોમાં ચેતવણી આપવા માટે અને એક જગ્યાએ લોકોને મોટી સંખ્યામાં એકઠા થવાથી અટકાવવા માટે અધિકારીઓની પ્રતિક્રિયા ધીમી પડી હતી.
આ વિડીયો પણ જુઓ: ભારતમાં કોરોનાની વિક્સિનને લઇને મોટા સમાચાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન