Coronavirus Spreads In Amazon Forest, 125 People Dead
  • Home
  • Corona live
  • જ્યાં બહારનો કોઈપણ વ્યક્તિ જઈ શકતો નથી એ જંગલમાં ફેલાયો કોરોના, વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ

જ્યાં બહારનો કોઈપણ વ્યક્તિ જઈ શકતો નથી એ જંગલમાં ફેલાયો કોરોના, વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ

 | 3:25 pm IST

કોરોના વાયરસ એ વિસ્તારો અને જંગલોમાં પણ પહોંચી ગયો છે જ્યાં સામાન્ય માણસ જતા પણ ગભરાતો હતો. આ ખતરનાક વિસ્તાર છે એમેઝોન જંગલ. બ્રાઝિલમાં આવેલા એમેઝોન જંગલોમાં રહેલી જનજાતિઓની વચ્ચે પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. આનાં કારણે અનેક જનજાતિના લોકોનાં મોત થયા છે.

એમેઝોનમાં  60 જનજાતિઓનાં આદિવાસી સંક્રમિત

બ્રાઝિલનાં એમેઝોન વિસ્તારમાં અત્યારે કોરોના વાયરસનાં કારણે 60 જનજાતિઓનાં આદિવાસી સંક્રમિત છે. અત્યાર સુધી અહીં 980 કેસ આવી ચુક્યા છે. તો 125 લોકોનાં મોત થયા છે. એમેઝોનનાં વિસ્તારોમાં નજર રાખતા બ્રાઝિલનાં અધિકારીઓએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓની ભારે તંગી છે. અહીં સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.

એમેઝોનમાં કોવિડ-19થી મોતનો દર 12.6 ટકા

એમેઝોનનાં જંગલોમાં કોરોના વાયરસ કોવિડ-19થી મોતનો દર 12.6 ટકા છે, જ્યારે બ્રાઝિલમાં આ દર 6.4 ટકા છે. બ્રાઝિલમાં લગભગ 9 લાખ જનજાતિનાં લોકો છે. આ જંગલોથી ઘેરાયેલા ગામોમાં રહે છે. એમેઝોનમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસથી મોતનો પહેલો કેસ આવ્યો હતો. હવે બ્રાઝિલની સરકાર એ તપાસ કરી રહી છે કે આ જનજાતિઓનાં લોકો પોતાના વિસ્તારમાં કોઈપણ બહારનાં વ્યક્તિને આવવા નથી દેતા. આવામાં કોરોના વાયરસનું સંક્રમણ આ વિસ્તારોમાં ફેલાયું કઇ રીતે?

ICUવાળી હૉસ્પિટલો ઓછામાં ઓછી 320 કિલોમીટરનાં અંતરે

90 ટકા જનજાતીય સુમદાયનાં ગામોથી આઈસીયૂવાળી હૉસ્પિટલો ઓછામાં ઓછી 320 કિલોમીટરનાં અંતરે છે, જ્યારે 10 ટકા જનજાતિય ગામોથી આ 700થી 1100 કિલોમીટર દૂર છે. જ્યારે કોઈ બીમાર થાય છે તો પહેલા હોડીથી અને પછી વિમાનથી હૉસ્પિટલ લઇ જવા પડે છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 363,211 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 22,666 લોકોનાં મોત થયા છે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટ- ઈદના પર્વને લઈને ફૂટ પેટ્રોલિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન