coronavirus teicoplanin medicine found more effective iit delhi research
  • Home
  • Corona
  • આ દવાને લઈ વિશ્વને બંધાઈ નવી આશા, બીજી બધી કરતાં 10 ગણી વધારે અસરકારક: રિસર્ચ

આ દવાને લઈ વિશ્વને બંધાઈ નવી આશા, બીજી બધી કરતાં 10 ગણી વધારે અસરકારક: રિસર્ચ

 | 10:17 pm IST

હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. તો વળી એક તરફ દરેક દેશ પોતાની રીતે નવી નવી રસીના દાવાઓ કરી રહ્યા છે અને અસરકારક બતાવી રહ્યા છે. પરંતુ હવે રિસર્ચમાં એક નવો જ ખુલાસો થયો છે. કેટલાક દેશોમાં રસીના પરીક્ષણો અંતિમ તબક્કામાં છે. ભારતમાં પણ બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલમાં આઈઆઈટી દિલ્હી દ્વારા કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે એક દવા કોરોનામાં બીજી કરતાં દસ ગણી વધારે અસરકારક છે.

આઈઆઈટી દિલ્હીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ક્લિનિકલના રૂપમાં પ્રાપ્ત દવા ‘ટિકોપ્લેનિન’ કોરોના વાયરસ માટે વધુ અસરકારક છે. આ દવા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી અન્ય ઘણી દવાઓ કરતાં દસ ગણી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આઈઆઈટીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સના સંશોધનમાં 23 માન્ય દવાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ, આઇ.આઈ.ટી. દિલ્હીના પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું છે કે જ્યારે ટિકોપ્લેનિનની તુલના અન્ય મહત્વની દવાઓ સાથે કરવામાં આવી ત્યારે સાર્સ-સીઓવી-2 વિરુદ્ધમાં લોપિનાવીર અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન જેવી દવાઓ સામે આપણી પ્રયોગશાળાની પરિસ્થિતિઓમાં ટિકોપ્લેનિન 10 થી 20 ગણી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ મુજબ એઈમ્સના ડો.પ્રદીપ શર્મા પણ આ સંશોધનનો એક ભાગ હતા. ટિકોપ્લેનિન એ ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટીક છે. આ દવામાં ઓછા ઝેરી પ્રોફાઇલવાળા ગ્રેમ-પોઝિટીવ બેક્ટેરિયલ ચેપને મટાડવા માટે માનવીમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પણ મંજૂરી મળી છે.

પ્રોફેસર પટેલે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રોમમાં સેપિએન્ઝા યુનિવર્સિટીમાં ટિકોપ્લેનિન સાથે ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે. કોરોના સામે ટેકોપ્લેનિનની ભૂમિકા શું છે? તે જાણવા માટે મોટા પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ કોરોના દર્દીઓ પણ સ્ટડી કરવાની જરૂર છે.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો કહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન