Coronavirus: Two Indian crew on board cruise ship off Japanese coast test positive
  • Home
  • Featured
  • કોરોના વાયરસને લઇ આવ્યા મોટા સમાચાર, જાપાની ક્રૂઝમાં બે ભારતીયોને સંક્રમિત

કોરોના વાયરસને લઇ આવ્યા મોટા સમાચાર, જાપાની ક્રૂઝમાં બે ભારતીયોને સંક્રમિત

 | 8:01 am IST

કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ભારતમાં પણ આ બિમારીથી બચવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ચીન, જાપાન, સિંગાપુરથી ભારત આવનારા મુસાફરો માટે અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. ભારત સરકાર સતત ભારતીયોને સુરક્ષિત બચાવાનું કામગીરી કરી રહ્યું છે. પરંતુ જાપાનના યોકોહામાં બંદર પર એક લક્ઝુરિયસ ક્રૂઝ લાઇનરના ચાલકદળના સભ્યો ખૂબ પરેશાન છે અને તેને લઇને સામે આવી રહેલી માહિતી ડરામણી છે. જાપાનના યોકોહામા તટ પર ઉભેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં બે ભારતીય પણ વાયરસની ઝપટમાં આવી ગયા છે. ચાલક દળના ભારતીય સભ્યોમાંથી બેના નમૂના કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. જાપાન સ્થિતિ ભારતીય દૂતાવાસે આ આશયની માહિતી આપી. જાપાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે જહાજમાં સવાર 174 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

ક્રૂઝ પર 3711 લોકો સવાર છે જેમાં 2666 ગેસ્ટ અને 1045 ચાલક દળના સભ્ય છે. તેમાં 132 ચાલક દળના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ભારતના ક્રૂ મેમ્બર્સે વડાપ્રધાન મોદીને પોતાને બચાવવા માટે મદદ માંગી હતી.

જાપાનના સંપર્કમાં ભારત

ટોકિયોમાં ભારતીય દૂતાવાસ જાપાની અધિકારીઓની સાથે સતત સંપર્કમાં છે જેથી કરીને ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ભારતીય દૂતાવાસ ક્રૂઝ પર ફસાયેલા ભારતીય નાગરિકોમાં જે લોકોના સેમ્પલ નેગેટિવ મળ્યા છે તેમને કાઢવાની પૂરી કોશિષમાં છે. જાપાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.

યોકોહામાથી ચાલેલા આ જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગમાં એક યાત્રી ઉતર્યો હતો, જેની તપાસમાં જાણવા મળ્યું કે, તેને કોરોનાનો ચેપ છે. સ્થાનીક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર રહેલા 130 લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે, જેમાં 66 નવા મામલા છે.

બંગાળ આવવાની મળી મંજૂરી

બીજીબાજુ બંગાળમાં એક જહાજ પર સવાર 19 ચીની ક્રૂ મેમ્બર્સને કોલકત્તા પોર્ટ પર આવવાની મંજૂરી આપી દીધી છે. આ જહાજ શાંઘાઇથી આવી રહ્યુ હતું. આ તમામ ચીની ક્રૂ મેમ્બર્સને સાગર આઇલેન્ડ પર સારવાર આપ્યા બાદ કોલકત્તા પોર્ટ પર આવવાની મંજૂરી આપી છે. કોલકત્તા પોર્ટ ટ્રસ્ટે ગયા મહિને તમામ લોકોના ટેસ્ટ કરાવાનો નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસને જોતા આ નિર્દેશ રજૂ કરાયો છે. એક અધિકારીએ કહ્યું કે ક્રૂઝ પર સવાર 19 ચીની લોકોની સારવાર કરાય. તેમાં ક્રૂઝના કેપ્ટન ઝાઉ યિંગદે પણ સામેલ છે. કોલકત્તા પોર્ટ ટ્રસ્ટમાં આ તમામના સેમ્પલ નેગેટિવ મળ્યા. ત્યારબાદ તેમને પ્રવેશની મંજૂરી મળી.

વીડિયોમાં બચાવાની મદદ

બીજીબાજુ ડાયમંડ ક્રૂઝ પર સવાર એક ભારતીય એ વીડિયો સંદેશ દ્વારા પોતાને બચાવાની અપીલ કરી છે. ક્રૂઝમાં સવાર આ વ્યક્તિ તામિલનાડુના મદુરૈના રહેવાસી છે તેમનું નામ અનબલગન છે. વીડિયોમાં અનબલગને દેખાડ્યું કે જહાજમાં લોકો કેવી રીતે ફસાયા છે. વીડિયોમાં દેખાય છે કે તમામ લોકો જહાજના ટોપ ફ્લોર પર છે જ્યારે તેમને ભોજન પાણી તેમના રૂમમાં જ મોકલવામાં આવી રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેર્ડોસ અદનોમે કહ્યું કે ન્યૂ કોરોના વાયરસથી ગ્રસ્ત નિમોનિયાને ડબ્લ્યુએચઓ એ સીઓવીઆઇડી-9 નામ આપ્યું છે. તમણે કહ્યું કે પહેલી રસી 18 મહિનાની અંદર તૈયાર કરી લેવાશે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હીમાં ફસાયેલી ચીનથી આવેલી યુવતીની વ્હારે આવ્યું ‘સંદેશ ન્યૂઝ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન