coronavirus updates bmc seals 13 buildings in mumbai after covid clusters found
  • Home
  • Corona
  • મુંબઈમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું, BMCએ સીલ કરી 13 બિલ્ડિંગ

મુંબઈમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું, BMCએ સીલ કરી 13 બિલ્ડિંગ

 | 10:43 am IST
  • Share

  • મુંબઈમાં કોરોનાની રી-એન્ટ્રી

  • 24 કલાકમાં 195 નવા કેસ, 1 વ્યક્તિનું મોત

  • BMCએ 13 બિલ્ડિંગને કરી સીલ

દેશમાં કોરોનાના કેસ ભલે થોડા દિવસથી ઓછા આવી રહ્યા છે પણ સાથે જ કોરોનાનો ખતરો પણ ટળ્યો નથી. મુંબઈના કેટલાક વિસ્તારોમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, શનિવારે BMCએ અહીં 13 બિલ્ડિંગને સીલ કરી હતી. અધિકારીઓને એ વાતનો ખતરો છે કે જો પાબંધી નહીં લગાવાય તો ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. શનિવારે મુંબઈથી કોરોનાના કુલ 195 નવા કેસ આવ્યા છે જ્યારે વાયરસના સંક્રમણથી 1 વ્યક્તિનું મોત થયું છે.

 

BMC એ આપી આ માહિતિ
BMCના આધારે 24 કલાકમાં મુંબઈમાં 350 દર્દીઓ સાજા થયા છે અને સાથે કોરોનાના 37661 ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી મુંબઈમાં 1,21,08,846 સેમ્પલના ટેસ્ટ કરાયા છે. અહીં રિકવરી રેટ 97 ટકા છે અને સાથે પૂણેના ગ્રામીણ વિસ્તારમાં 100 નવા કેસ આવ્યા છે, પૂણે શહેરમાં 88 નવા કેસ સામે આવ્યા છે.

 

ક્યાંથી આવી રહ્યા છે નવા કેસ
BMCના આધારે સૌથી વધારે 314 એક્ટિવ કેસ આ દિવસોમાં મુંબઈના અંધેરી પશ્ચિમમાં છે. તેના પછી બાંદ્રામાં 214, અંધેરી ઇસ્ટમાં 196 અને બોરિવલીમા 191 કેસ છે. મુંબઈમાં આ સમયે 20થી વધારે બિલ્ડિંગ સીલ છે. અધિકારીઓનું કહેવું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. લોકોને આ સમયે કોરોના પ્રોટોકોલને ફોલો કરવા કહેવાયું છે.

 

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને આવી છે સ્થિતિ

શનિવારે અહીં કોરોનાના કુલ 833 કેસ આવ્યા છે જ્યારે સંક્રમણથી 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 66,29,577 લોકો સંક્રમિત થયા છે અને સાથે 1,40,722ના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના અનુસાર 24 કલાકમાં 2271 દર્દીને હોસ્પિટલથી રાહત મળી છે. અત્યારસુધીમાં 64,74,952 દર્દીઓ સાજા થયા છે. 10,249 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.67 ટકાનો છે તો મૃત્યુ દર 2.12 ટકાનો છે.

દેશમાં આવી છે કોરોનાની સ્થિતિ

દેશમાં પણ સતત કોરોના સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં દેશમાં સંક્રમણથી કુલ 10302 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે 267 દર્દીના મોત થયા છે. દેશમાં 1 લાખ 24 હજાર 868 દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડા મળીને સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 33 લાખ 99 હજાર 925 સુધી પહોંચી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો