Coronavirus: Use some of these caution when traveling in flight covid 19
  • Home
  • Corona live
  • કોરોનાના કહેર વચ્ચે ફ્લાઇટમાં મુસાફરી કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન

કોરોનાના કહેર વચ્ચે ફ્લાઇટમાં મુસાફરી કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન

 | 1:59 pm IST

કોરોના વાયરસનો ખતરો ચીન સહિત આખી દુનિયા પર મંડરાઇ રહ્યો છે આ સમયે દુનિયાના લગભગ દરેક દેશ આ સંક્રમણના સમાધાનની તપાસમાં લાગી ગયું છે. એવામાં લોકો હવે ફ્લાઇટથી મુસાફરી કરવામાં પણ ડરી રહ્યા છે. કારણકે આ વાયરસનું સંક્રમણ બહારથી મુસાફરી કરીને આવી રહેલા યાત્રીઓમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જો કોઇ ઇમરજન્સીમાં ફ્લાઇટમાં મુસાફરી કરવી છે તો આ વાતનું ધ્યાન રાખો કે માત્ર માસ્ક જ કોરોના વાયરસથી બચાવ કરવામાં સક્ષમ નથી, તો આવો જોઇએ ફ્લાઇટમાં જકા પહેલા કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

એરપોર્ટ પર સતર્ક રહો

એરપોર્ટ એક એવી જગ્યા છે જ્યાં તમારે ભીડની વચ્ચે રહેવું પડે છે. કોરોના વાયરસનો ખતરો પણ સૌથી વધારે ભીડ વાળી જગ્યા પર જોવા મળે છે. એરપોર્ટ પર ડેસ્ક, હેન્ડલબાર, રેલિંગ અને સ્વચાલિત સીડીઓ જેવી જગ્યાઓ પર સંક્રમણનો ખતરો વધારે હોય છે. એવામાં સારુ રહેશે કે તમારી સાથે સેનેટાઇઝર લઇને જાઓ જેથી કોઇ વસ્તુને અડ્યા બાદ તેનાથી તમે હાથને સાફ કરી શકો છો. સાથે તમે ભીડથી દૂર રહો.

ફલાઇટની અંદર રાખો આ વાતોનું ધ્યાન

ફ્લાઇટની અંદર લોકો સીટ અને હેન્ડલને અડતા રહે છે. જેના કારણથી સંક્રમણનો ખતરો હંમેશા રહે છે. એવામાં સારુ રહેશે કે થોડાક સમય પર તમારા હાથને ધોતા રહો.

ભોજન કરતા પહેલા હાથની સફાઇ

ફ્લાઇટમાં ભોજન કરતા પહેલા તમારા હાથની સફાઇનું ધ્યાન જરૂર રાખો. જેના માટે તમે સેનેટાઇઝરનો ઉપયોગ કરી શકો છો.

ચહેરાને વારંવાર ન અડો

કોઇપણ રીતે સંક્રમણ આપણા શરીરમાં પ્રવેશ આપણા હાથ દ્રારા જ થાય છે. જોકે, બેક્ટેરિયા સીધા તમારા હાથમાં આવે છે પરંતુ વારંવાર નાક, આંખ અને ચહેરાને અડવાથી હાનિકારક બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન