Coronavirus vaccine all people of state without any cost: Mamata Banerjee
  • Home
  • Corona
  • મમતા દીદી ચૂંટણી કાર્ડ ખેલ્યા!, કોરોનાની રસીને લઇ કરી દીધું મોટું એલાન

મમતા દીદી ચૂંટણી કાર્ડ ખેલ્યા!, કોરોનાની રસીને લઇ કરી દીધું મોટું એલાન

 | 12:08 pm IST
  • Share

પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) એ કોરોના રસીકરણ (Corona Vaccination)ને લઇ મોટી જાહેરાત કરી છે. મમતા દીદી એ કહ્યું છે કે રાજ્ય સરકાર રજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને કોરોનાની રસી ફ્રી (Vaccine Free) આપશે. મમતા એ કહ્યું કે રાજ્ય સરકાર તેના માટે વ્યવસ્થા કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલાં મમતા સરકારની આ મોટી જાહેરાત મનાય છે.

આપને જણાવી દઇએ કે 16મી જાન્યુઆરી 2021થી કોરોના વાયરસ વિરૂદ્ધ રસીકરણ અભિયાન શરૂ થઇ રહ્યું છે. તેની પહેલાં મમતા બેનર્જીએ પોતાના રાજ્યના લોકોને કોરોનાની રસી મફ્તમાં આપવાનો નિર્ણય કર્યો છે. જો કે 16 જાન્યુઆરીથી શરૂ થનાર રસીકરણ નક્કી કરેલા લોકો માટે છે. તેમાં સ્વાસ્થ્યકર્મી, ફ્રંટલાઇન, હેલ્થ વર્કર, 50 વર્ષથી મોટી ઉંમરના એ લોકો જેમને પહેલેથી જ કોઇ બીમારી છે તે લોકો સામેલ છે. કેન્દ્ર સરકારે હજુ સુધી એ નથી કહ્યું કે આ લોકો પાસેથી પૈસા લેવાશે કે નહીં.

આ બધાની વચ્ચે દિલ્હી સહિત કેટલાંય રાજ્ય માંગણી કરી ચૂકયા છે કે દેશવાસીઓને કોરોનાની રસી મફતમાં આપવી જોઇએ. બિહાર વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર આવી તો તમામ લોકોને કોરોનાની રસી મફ્તમાં અપાશે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં CM રૂપાણીએ કર્યું સિંચાઈ યોજનાનું લોકાર્પણ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો