Coronavirus Vaccine India Update : Covishield , Sputnik-V, Covaxin
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં એક નહીં કોરોનાની 6-6 રસી પર ચાલી રહ્યું છે કામ, ગમે ત્યારે મળી શકે છે ખુશખબર

ભારતમાં એક નહીં કોરોનાની 6-6 રસી પર ચાલી રહ્યું છે કામ, ગમે ત્યારે મળી શકે છે ખુશખબર

 | 11:30 am IST
  • Share

કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના નિયંત્રણ અને પ્રબંધન માટે દુનિયાના અલગ-અલગ દેશોમાં કોશિષો ચાલુ છે. રૂસ (Russia), ચીન (China) અને બ્રિટન (Britain) એ જ્યાં રસી (Vaccine) પ્રાપ્ત કરી લીધી છે ત્યાં કેટલાંય દેશોમાં હજુ પણ રિસર્ચ ચાલુ છે. આપને જણાવી દઇએ કે ચીને બીજી ચાર અને રૂસે 2 વેકસીનના ક્લિનિકલ ટ્રાયલને પૂરી કર્યા બાદ મંજૂરી આપી દીધી. ત્યારબાદ બ્રિટેન (Britain) એ ફાઇઝર (Pfizer)ની રસીને ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. તો ભારતમાં પણ 6 કોરોના રસી પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી બે વેક્સીનના માર્ચ 2021 સુધીમાં આવવાની સંભાવના છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ત્રણ રસી વેક્સીન કેન્ડિડેટસ લેબની મુલાકાત લીધી હતી અને રસી સાથે જોડાયેલી માહિતી લીધી હતી.

1. કોવીશીલ્ડ (Covishield)- ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરશે સીરમ

રસી બનાવનાર પ્રમુખ કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ શનિવારના રોજ કહ્યું કે તેઓ ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડની કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગના લાઇસન્સ માટે આવતા બે સપ્તાહમાં અરજી કરવાની પ્રક્રિયામાં છે. SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે રસીના 40 લાખ ડોઝ તૈયાર થઇ ચૂકયા છે. કહેવાય છે કે આ રસી સરકારને 225 રૂપિયા અને સામાન્ય લોકોને 500 રૂપિયા સુધીમાં મળશે. ગયા મહિને આ રસીના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલનું પરિણામ આવ્યું. કહેવાય છે કે જ્યારે સંક્રમિતને દોઢ ડોઝ આપવામાં આવ્યો તો તેની અસર 90 ટકા હતી. તો બે ફુલ ડોઝ આપવા પર તેની અસર 62 ટકા જ રહી.

2. કોવેક્સીન (Covaxin)- ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં કરી શકે છે ઇમરજન્સી અપ્રૂવલ માટે અપ્લાય

ભારત બાયોટેક, NIV અને ICMR સાથે મળીને બનાવેલ રસીને અત્યાર સુધીમાં બે તબક્કાનું ટ્રાયલ કરી ચૂકયા છે. હજી સુધી કોઇ વેક્સીન વોલેન્ટિયર પર તેની સઇડ ઇફેકટ દેખાઇ નથી. કંપનીએ નવેમ્બરમાં જ 25 જગ્યા પર તેના ત્રીજા તબક્કાનું ટ્રાયલ્સ શરૂ કર્યું છે. હજુ સુધી કંપનીએ નક્કી નથી કર્યું કે આ વેક્સીનની કિંમત શું હશે. પરંતુ ફેબ્રુઆરી કે માર્ચમાં તેના ઇમરજન્સી અપ્રૂવલ માટે અરજી કરી શકે છે.

3. ડૉ.રેડ્ડીઝ, આરડીઆઈએફ એ ભારતમાં શરૂ કર્યું સ્પૂતનિક-V (Sputnik V) રસીનું પરીક્ષણ

ડૉ.રેડ્ડીઝ લેબોરેટરી અને રૂસી ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ મંગળવારના રોજ કહ્યું કે તેમણે કોરાના વાયરસની સ્પૂતનિક-V રસીનું ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે કસૌલી સ્થિત ઔષધિ પ્રયોગશાળામાંથી જરૂરી મંજૂરી મળ્યા બાદ પરીક્ષણ શરૂ થઇ ગયું છે.

કંપનીએ કહ્યું કે તેની કિંમત 700 રૂપિયાની આસપાસ રહેશે. બીજા અને ત્રીજા ટ્રાયલ્સમાં કમ સે કમ 2 થી 3 મહિનાનો સમય લાગશે. કહેવાય છે કે તેને પણ માર્ચ બાદ અપ્રૂવલ મળશે.

4. ઝાયડસ કેડિલા ત્રીજા તબક્કાની તૈયારીમાં

દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા એ કોરોનાની સંભવિત રસી ZyCov-Dનો વિકાસ કર્યો છે. કંપનીએ તાજેતરમાં જ પોતાની રસીના પહેલાં તબક્કાનું ટ્રાયલ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ હજી સુધી એ સ્પષ્ટતા નથી કરી કે રસીનો ભાવ શું રહેશે. કહેવાય છે કે 2021ના સેકન્ડ ક્વાર્ટરમાં રસી બજારમાં આવી શકે છે. તેના પહેલાં તબક્કાનું રિઝલ્ટ આવી ચૂકયું છે અને બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

5. હૈદરાબાદની બાયોલોજિકલ E સાથે રસી માટે કરાર

અમેરિકન કંપની ડાયનાવેક્સ ટેકનોલોજી કોર્પોરેશન અને હ્યુસ્ટનના બેયલર કોલેજ ઓફ મેડિસિન એ મળી રસી બનાવી છે. તેના માટે કંપનીએ હૈદરાબાદની બાયોલોજિકલ E એ રસી માટે કરાર કર્યો છે. તાજેતરમાં જ તેનું ફેઝ 1 અને 2 નું ટ્રાયલ શરૂ કરાશે. તેના માટે DCGIમાંથી મંજૂરી મળી ગઇ છે. આ રસી જુલાઇ 2021 બાદ બજારમાં આવવાની આશા છે. અત્યાર સુધી તેની કિંમત અંગે માહિતી આપી નથી.

6. પૂણેના જીનેવા ફાર્મા અને HDT બાયોટેકની રસી

અમેરિકાની HDT બાયોટેક કોર્પોરેશનની સાથે પૂણેની કંપની જીનેવા ફાર્મા એ mRNA વેકસીન HGCO19 વિકસિત કરી છે. હજુ સુધી કંપનીએ ફેઝ 1/2 માટે અપ્લાય કર્યું નથી. હીજી સુધી માનવીય શરીર પર તેનું ટ્રાયલ શરૂ થયું નથી પરંતુ 2021 જુલાઇ બાદ તે પણ બજારમાં આવવાની શકયતા છે. હજી સુધી તેની પણ કિંમત અંગે કોઇ માહિતી સામે આવી નથી.

આ વીડિયો પણ જુઓ : ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન