Coronavirus Vaccine Update Moderna Enter phase Two
  • Home
  • Corona live
  • કોરોના વાયરસની વેક્સીનને લઇ એક નહીં, બે-બે ગુડ ન્યૂઝ સામે આવ્યા

કોરોના વાયરસની વેક્સીનને લઇ એક નહીં, બે-બે ગુડ ન્યૂઝ સામે આવ્યા

 | 2:25 pm IST

કોરોના વાયરસ વેક્સીનના રિસર્ચની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં Moderna કંપનીનું ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ગયું છે. ચીનમાં એક વેક્સીન ફેઝ-2 પૂરું કરી ચૂકયું છે અને આવતા વર્ષની શરૂઆત સુધીમાં માર્કેટમાં ઉતારી શકે છે. ચીનમાં અત્યાર સુધી વ્યક્તિઓ પર પાંચ વેક્સીનનો ટેસ્ટ કરાયો છે જે સૌથી વધુ છે. અહીંની એક કંપની Sinovac Biotechએ દાવો કર્યો છે કે તેની વેક્સીન 99 ટકા અસરદાર છે. રૂસ પોતાની વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ બે સપ્તાહની અંદર શરૂ કરી દેશે. ત્યાં આવતા સપ્તાહથી કોવિડ-19ના દર્દીઓની સારવારમાં Avifair નામની દવાનો ઉપયોગ થશે.

વેક્સીન બનાવાની રેસમાં આ છે આગળ

આખી દુનિયામાં કોરોના વાયરસની વેક્સીન બનાવાની રેસ ચાલી રહી છે. અંદાજે 120 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. કમ સે કમ 10 વેક્સીન એવી છે જે હ્યુમન ટ્રાયલના દોરમાં છે. દુનિયામાં કોરોના વાયરસ કેસની સંખ્યા 64 લાખના આંકડાએ પહોંચવાની છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 3.77 લાખથી પણ વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. આથી તેની વેક્સીન ઝડપથી મળવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી જે વેક્સીન પ્રોમિસિંગ સાબિત થઇ છે તેમાં ચીનની CanSino adenovirus vaccine, Oxford Universityની adenovirus vaccine, Modernaની mRNA vaccine અને Novavax સામેલ છે. આ સિવાય પણ કેટલીય વેક્સીનની શરૂઆતનું રિઝલ્ટ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.

અમેરિકન કંપનીની વેક્સીનથી આશાનું કિરણ

Modernaની વેક્સીને આશાનું કિરણ જગાવ્યું છે. ફેઝ-2માં ડિફરન્ટ એજગ્રૂપના 500 સ્વસ્થ લોકોને પહેલાં ડોઝ આપી દીધો છે. કંપનીએ SARS-CoV-2 વાયરસના જીનેટિક મટીરીયલ પાર્ટનો ઉપયોગ કરીને આ mRNA વેક્સીન તૈયાર કરી છે. વેક્સીન વ્યક્તિના શરીરમાં વાયરસના પ્રત્યે ઇમ્યુન રિસપોન્સને ટ્રિગર કરશે. ફેઝ-1ના ટ્રાયલમાં પ્રોટેક્ટિવ એન્ટીબોડીઝ બનાવાની પુષ્ટિ થઇ હતી.

વેક્સીન ડેવલપમેન્ટમાં ચીન સૌથી આગળ

ચીનમાં પાંચ વેક્સીનનું ટ્રાયલ વ્યક્તિઓ પર થઇ રરહ્યું છે. તે આ બાબતમાં દુનિયાના બાકી દેશો કરતાં આગળ છે. બેઇજીંગ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટસ એન્ડ ચીન નેશનલ બાયોટેક ગ્રૂપ કંપનીની જોઇન્ટ વેક્સીને ફેઝ-2 ટેસ્ટિંગ પૂરું કરી લીધું છે. આ વેક્સીન નોવેલ કોરોના વાયરસના એક મૃત વર્ઝનનો ઉપયોગ કરે છે. રોયટર્સના મતે વેક્સીન વર્ષના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતમાં માર્કેટમાં આવી શકે છે. પ્રોડક્શન લાઇનની પાસે દર વર્ષે 10-12 કરોડ વેક્સીનની ક્ષમતા છે.

રૂસ એ બનાવી દવા, ટૂંક સમયમાં વેક્સીનનું ટ્રાયલ

રૂસના વૈજ્ઞાનિકોએ બે સપ્તાહની અંદર વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. તેઓ અમેરિકા અને બ્રાઝીલ બાદ કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે. અંદાજે 50 પ્રકારની વેક્સીનના પ્રોજેક્ટસ પર અધિકારી ચર્ચા કરી રહ્યા છે. વેક્સીન ટ્રાયલમાં ભાગ લેનાર વોલેન્ટિયર્સ પસંદ થઇ ચૂકયા છે. બીજીબાજુ રૂસ એ કોવિડ-19ની એક દવાને પણ મંજૂરી આપી દીધી છે. Avifavir નામની આ દવા favipiravirના નામથી પણ ઓળખાય છે. એક રૂસી કંપની એ આ દવામાં થોડાંક ફેરફાર કર્યા છે. આવતા સપ્તાહે દર્દીઓને આ દવા આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં નહીં ટકરાય વાવાઝોડું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન