Coronavirus Will Be End By February In India Says Government Panel
  • Home
  • Corona
  • ભારતમાં હવે બસ થોડાક જ દિવસનો મહેમાન કોરોના વાયરસ, સરકારી પેનલે આપી ખુશખબર

ભારતમાં હવે બસ થોડાક જ દિવસનો મહેમાન કોરોના વાયરસ, સરકારી પેનલે આપી ખુશખબર

 | 3:46 pm IST

ભારત(India)માં કોરોના વાયરસ (Coronavirus)મહામારી પોતાના ચરમથી પસાર થઈ ચુકી છે અને હવે તેની ગતિ ધીમી પડી રહી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ માનવું છે. પેનલ પ્રમાણે કોરોના મહામારી ફેબ્રુઆરી 2021 સુધી ખત્મ થવાની સંભાવના છે. તેમના પ્રમાણે ભારતમાં 10.6 મિલિયન એટલે કે એક કરોડ છ લાખથી વધારે કેસ (Corona Cases) નહીં હોય. અત્યારે ભારતમાં કોરોનાના કુલ 75 લાખથી વધારે કેસ છે.

લોકડાઉન ના લગાવ્યું હોત તો 25 લાખ મોત થયા હોત

કમિટીએ એક વાતચીતમાં કહ્યું કે, વાયરસ(virus)થી બચવા માટેના કરવામાં આવી રહેલા ઉપાય ચાલું રાખવા જોઇએ. સમિતિએ મહામારીના વલણને મેપ કરવા માટે કૉમ્પ્યુટર મૉડલ્સનો ઉપયોગ કર્યો છે. સરકારના મુખ્ય સલાહકાર કે. વિજયરાઘવને આ સમિતિની રચના કરી હતી. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગર આના પ્રમુખ છે. સમિતિ પ્રમાણે, જો ભારતે માર્ચમાં લૉકડાઉન ના લગાવ્યું હોત તો દેશભરમાં 25 લાખથી વધારે લોકોના જીવ ગયા હતા. અત્યારે આ મહામારીથી 1.14 લાખ લોકોના મોત થયા છે.

છેલ્લા 3 અઠવાડિયામાં નવા કેસ, મોતની સંખ્યા ઘટી

નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડૉ. વીકે પૉલે જણાવ્યું કે, “છેલ્લા 3 અઠવાડિયામાં નવા કેસ, મોતની સંખ્યા ઘટી છે, પરંતુ આપણે ઠંડીની ઋતુમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી ઇનકાર ના કરી શકીએ.” તેમણે કહ્યું કે, “એકવાર કૉવિડ-19ની રસી આવી જાય ત્યારબાદ તેને નાગરિકોને ઉપલબ્ધ કરાવવાના પુરતા સંસાધન છે.” તેમના પ્રમાણે ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે, પરંતુ અત્યારે લાંબો રસ્તો કાપવાનો છે, કેમકે 90 ટકા લોકો અત્યારે પણ કોરોના વાયરસથી સરળતાથી સંક્રમિત થઈ શકે છે.

ભારતમાં રોજના કેસ અમેરિકાથી ઓછા થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,871 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 74,94,551 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1,033 મોત થઈ છે, ત્યારબાદ કુલ મોતની સંખ્યા 1,14,031 થઈ ગઈ છે. દેશમાં રિકવરી રેટ વધીને 88.03 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.53 ટકા છે. ભારતમાં રોજના કોરોના કેસની સંખ્યા હવે અમેરિકાથી ઓછી થઈ ગઈ છે.

આ વિડીયો પણ જુઓ: ભુજમાં પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન