Coroner's influence on the Ahmedis, ban on entry of persons from outside the society
  • Home
  • Ahmedabad
  • કોરોનાની અમદાવાદીઓ પર ધારદાર અસર, સોસાયટી બહારના વ્યક્તિઓના પ્રવેશ પર પાબંધી

કોરોનાની અમદાવાદીઓ પર ધારદાર અસર, સોસાયટી બહારના વ્યક્તિઓના પ્રવેશ પર પાબંધી

 | 9:05 pm IST

કોરોના વાઈરસની જીવલેણ બીમારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

કોરોના થી બચવા લોકોએ સોસાયટીઓમાં બહારના વ્યક્તિઓના પ્રવેશ પર પાબંધી કરી.સોસાયટીના રહીશોને પણ બહાર ન નીકળવા અપીલ કરી.

દેશ-રાજયમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણમાં અમદાવાદવાસીઓએ હવે નવો અભિગમ અપનાવ્યો છે. અને શહેરની મોટાભાગની સોસાયટીઓના દરવાજા બંધ કરી દઈ બહારની વ્યક્તીઓના પ્રવેશ પર પાબંધી લગાવી દીધો છે. અને સોસાયટીના રહીશોને પણ બહાર ન નીકળવા માટે અપીલ કરતાં બેનરો લગાવી દીધા છે. શહેરમાં હાઈવે પર આવેલી મોટા ભાગની સોસાયટીઓમાં આવા બેનર લાગતાં હવે સગાં-સ્નેહીઓ ને પણ ફોન દ્વારા જ મળી લેવા માટે તાકીદ કરી દેવાઈ છે.

કોરોના વાયરસના પગેલ સમગ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે ને ગુજરાત સરકાર પણ પૂરતા પ્રયાસ માં છે. ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે કેટલીક સોસાયટીમાં લોકો એ જાતે જ લોકડાઉન કરી દઈ અને સોસાયટીમાં બહારના વ્યક્તિઓના પ્રવેશ પર પાબંધી કરી દીધી છે. અને સગાં-સબંધીઓને પણ સોસાયટીમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ : જેલના કેદીઓ માટે પણ અસરકારક નિર્ણય લેવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન