Coronil is not WHO certified
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પતંજલિની કોરોનિલ દવાને લઇ WHOએ કર્યો મોટો ધડાકો, આચાર્ય બાલાકૃષ્ણએ કરી આ સ્પષ્ટતા

પતંજલિની કોરોનિલ દવાને લઇ WHOએ કર્યો મોટો ધડાકો, આચાર્ય બાલાકૃષ્ણએ કરી આ સ્પષ્ટતા

 | 2:20 pm IST
  • Share

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્પષ્ટતા કરી કે તેમણે કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે કોઇપણ ટ્રેડિશનલ મેડિસિનની અસરનો ના કોઇ રિવ્યુ કર્યો છે અને ના તો કોઇને સર્ટિફિકેટ આપ્યું છે. WHOનું આ નિવેદન પતંજલિ આયુર્વેદના (Patanjali Ayurved)એ દાવાના લગભગ એક દિવસ બાદ આવ્યું છે. જેમાં કહ્યું હતું કે કોરોનિલ દવા (Coronil Medicine)ને WHOની સર્ટિફિકેશન સ્કીમની અંતર્ગત આયુષ મિનિસ્ટ્રી (Ayush Ministry)માંથી સર્ટિફિકેટ મળ્યું છે. હવે WHOના દક્ષિણ પૂર્વ એશિયાની રીઝનલ ઓફિસે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે કે WHOએ કોઇપણ ટ્રેડિશનલ દવાને કોવિડ-19 (COVID-19)ની સારવારને લઇ સર્ટિફિકેશન કર્યું નથી.

આચાર્ય બાલકૃષ્ણ એ કરી સ્પષ્ટતા

પતંજલિ આયુર્વેદના મેનેજીંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પણ ટ્વીટ કરી કે કોરોનિલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DCGI એ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ સર્ટિફિકેટ એટલે કે CPP આપ્યું છે. આગળ તેમણે કહ્યું કે પતંજલિ માત્ર લોકોનું કન્ફ્યુઝન દૂર કરતાં એ વાતની સ્પષ્ટ કરવાની કોશિષ કરી રહ્યા હતા અને એ સ્પષ્ટ છે કે WHO કોઇ પણ દવાને મંજૂર કે નામંજૂર કરતું નથી.

બે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં લોન્ચ કરી હતી કોરોનિલ

શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં રામદેવે એક વખત ફરીથી કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. તેમની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા. બાબા રામદેવે દાવો કર્યો હતો કે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની આ દવા WHOમાંથી સર્ટિફાઇડ છે. દાવો છે કે WHOએ તેને GMP એટલે કે ગુડ મેન્યુફેકચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ આપ્યું છે. રામદેવે કહ્યું કે આ દવા ‘એવિડન્સ બેઝડ’ છે. રામદેવે આ અવસર પર એક રિસર્ચ બુક પણ લોન્ચ કરી છે. રામદેવે કહ્યું કે કોરોનિલના સંદર્ભમાં નવા રિસર્ચ પેપર દુનિયાના સૌથી વધુ પ્રભાવવાળા રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થઇ ચૂકયા છે. 15 રિસર્ચ પેપર પાઇપલાઇનમાં છે.

કોરોના કિટ પર ખૂબ થયો હતો વિવાદ

પતંજલિએ ગયા વર્ષે જૂનમાં ‘કોરોના કિટ’ લોન્ચ કરી હતી. તેના પર ખાસ્સો વિવાદ થયો હતો. આયુષ મંત્રાલયે કહ્યું હતું કે પતંજલિ ‘કોરોનિલ’ને માત્ર શરીરની રોગ પ્રતિકારકક્ષમતા વધારનાર ગણાવીને વેચી શકે છે. રામદેવે ‘કોરોનિલ’ને ત્યારે કોવિડ-19ની દવા તરીકે લોન્ચ કરી હતી પરંતુ વિવાદ બાદ તેઓ તેને બીમારીની અસર ઓછી કરનાર દવા કહેવા લાગ્યા હતા. રામદેવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મંત્રાલયે તેને ‘કોવિડની સારવાર’ની જગ્યાએ ‘કોવિડ પ્રબંધન’ શબ્દનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.

23 જૂન 2020ના રોજ રામદવે ‘કોરોનિલ’ લોન્ચ કરતાં તેને કોવિડ-19ના દર્દીઓને સ્વસ્થ કરવાનો દાવો કર્યો હતો. તે લોન્ચ થતાં જ દેશમાં વિવાદ વકર્યો હતો. ઉત્તરાખંડના આયુષ વિભાગે પણ કોરોનાની દવા બનાવાની કોઇ મંજૂરી કે લાઇસન્સ ના લેવાની વાત કહેતા પતંજલિ આયુર્વેદને નોટિસ રજૂ કરી હતી.

આ વીડિયો પણ જુઓ : જામનગરના વોર્ડ – 15માં EVM ખોટકાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન