corporate-companies-rush-to-posh-training-metoo-movement
  • Home
  • Business
  • #MeToo અભિયાનને લઈને હવે કોર્પોરેટ કંપનીઓમાં પણ ફફડાટ, ભરી રહી છે આ પગલાં

#MeToo અભિયાનને લઈને હવે કોર્પોરેટ કંપનીઓમાં પણ ફફડાટ, ભરી રહી છે આ પગલાં

 | 2:54 pm IST

#MeToo અભિયાનથી બોલીવુડ, રાજનીતિ અને મીડિયાના કેટલાયે દિગ્ગજો પર સેક્શ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લાગી ચુક્યા છે. સૌથી વધુ મામલાઓ તા સાથે કામ કરનારા લોકોએ એક બીજા પર આરોપ લગાવ્યા છે. આ સમયમાં કેટલીક દિગ્ગજ કંપનીઓ અને સંગઠનોમાં ફફડાટ ફેલાયો છે.

કાર્યસ્થળ પર પ્રિવેન્શન ઓફ સેક્શ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે prevention of sexual harassment કાયદાને સંપુર્ણ પણે લાગુ કરવા કર્મચારીઓ અને આંતરીક ફરિયાદ સમિતિ એટલે કે ICCના સભ્યોને ટ્રેનિંગ આપનાર કંપનીઓની રાતોરાત ડિમાન્ડ વધી ગઈ છે. કંપનીઓ છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને ટ્રેનિંગ મોડ્યૂઅલ સબંધીત સામગ્રી ખુબજ ઝડપથી ડાઉનલોડ કરી રહી છે. હવે સમય એ આવી ગયો છે કે ટ્રેનિંગ સોલ્યૂશન પ્રોવાઇડર રેવમેકરની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

રેનમેકરના સીઈઓ એન્ટોની એલેક્સનું કહેવુ છે કે અમારી વેબસાઇટ પર એટલો ટ્રાફિક થયો કે હેન્ડલ કરવું મુશ્કેલ થઈ ગયુ. જો કે અમે સક્ષમ છીએ કે ગમે તેટલો ટ્રાફિક થાય તેને હેન્ડલ કરીએ, છેલ્લા કેટલાક સમયમાં ખુબજ ઝડપથી આ વેબસાઈટ પર ટ્રાફિક વધ્યો. હજારો લોકો POSH પર ફ્રી મટિરિયલ અને પોસ્ટર ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યુ છે. વેબસાઇટ લોડ હેન્ડલ ન કરી શકી અને પહેલીવાર ક્રેશ થઈ ગઈ. તેને ફરી શરૂ કરવા આઇટીની ટીમ રાતભર કામ પર લાગી હતી.

4 વર્ષ જૂની આ કંપની રેનમેકરની પાસે આવનારા સવાલ-જવાબની પાછળ એક અઠવાડિયામાં 200 ટકાનો વધારો થયો. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીનું ટર્નઓવર 250 કરોડથી વધુ ઉછળે તેવી શક્યતા છે. #MeTooનો આ માટે સિંહ ફાળો છે.

આ સમયે #MeToo અભિયાનને લઈને કંપનીઓ પેનિક મોડમાં છે. POSH પર કર્મચારીઓની ટ્રેનિંગની રીતસરની હોડ લાગી છે. સેક્શ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં મહિલાઓને સરળતા રહે અને સામે આવે તે માટે મહિલાઓને ધૈર્ય પૂર્વક સાંભળવાની જરૂર હોય છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય પ્રક્રિયાનો ભાગ નથી બનતા. સદમાંમા સરી પડે છે.

કોમ્પલાયકારો સર્વિસિઝના ફાઉન્ડર અને ડાયરેક્ટર વિશાલ કેડિયાએ કહ્યુ છે કે કંપનીઓ આ પૂછવા આવી રહી છે કે પીડિત મહિલાઓ કેટલા વર્ષ સુધીમાં કેસ કરી શકે છે. તેની કાયદાકીય પ્રક્રિયા શું હોય છે?

છેલ્લા કેટલાક સમયમાં નાના મોટા કંપનીઓના કર્મચારીઓ રેનમેકર પાસે ટ્રેનિંગ લેવા સંપર્ક કરી રહ્યા છે. એલેક્સે કહ્યુ કે જે કંપનીઓ પહેલા અમારી અપીલોની દરકાર નહોતા કરતા તે અમને કોલ કરી રહ્યા છે. ટ્રેનિંગ અપાવવાની માંગ વધી છે.