Corporations poll opened in Ahmedabad without rain
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ભૂવા આબાદઃ વગર વરસાદે જ ખૂલી કોર્પોરેશનની પોલ

અમદાવાદમાં ભૂવા આબાદઃ વગર વરસાદે જ ખૂલી કોર્પોરેશનની પોલ

 | 11:21 am IST
  • Share

  • અમદાવાદમાં વગર વરસાદે કોર્પોરેશનની પોલ ખુલી

  • શાહીબાગમાં 30 ફૂટ જેટલો ઉંડો ભુવો પડ્યો

  • મુખ્યમાર્ગ પર ભુવો પડતા રસ્તો બંધ કરાયો

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના રસ્તાઓ પર ભૂવા એટલે કે ખાડા તમને જોવા મળી જ જાય. વરસાદના કારણે નબળી કામગીરી વાળી સડકો ધોવાઈ જાય તે શક્ય છે પરંતુ હાલમાં શાહીબાગના ડફનાળા પાસે વગર વરસાદે ભૂવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો કાયમ

શાહીબાગ ડફનાળા પાસે 30 થી 35 ફૂટ ઊંડો ભુવો પડયો છે. આ ભુવો બુધવારે સાંજે અચાનક જ મુખ્યમાર્ગ પર પડ્યો હતો. ભુવો મુખ્યમાર્ગ પર પડ્યો હોવાના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ રોડને સ્થાનિકો બંધ કર્યો હતો. આ પછી રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ, થતાં ભુવાનું સામ્રાજ્ય કાયમ

શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવે છે. સમારકામ પાછળ કરોડો રૂપિયા બગાડવા છતાં પણ શહેરમાં ભુવાઓ અને રસ્તાઓ માટે લોકો પરેશાન છે. શાહીબાગમાં પડેલા ભુવાના લીધે આસપાસના સોસાયટીમાં પીવાના પાણી પણ આવી નથી રહયું. આ સમસ્યાના કારણે સ્થાનિકો વધારે પરેશાન જોવા મળી રહ્યા છે. જો કે આ ભુવો સાંજના સમયે પડ્યો હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો