કરેક્શન ટેપ કઈ રીતે લખાણ ભૂંસે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • કરેક્શન ટેપ કઈ રીતે લખાણ ભૂંસે છે

કરેક્શન ટેપ કઈ રીતે લખાણ ભૂંસે છે

 | 12:08 am IST

લખાણમાંની ભૂલોને સુધારવા માટે બે પ્રકારની સામગ્રી વપરાય છે. કરેક્શન ટેપ અને કરેક્શન લિક્વિડ.  આમાંની જે ટેપ છે તે નામ પ્રમાણે જ એક પટ્ટી છે. કરેક્શન ટેપના ઉપરના ભાગમાં દબાણ કરવાથી ટેપનો એક છેડો બહાર આવે છે, જેને કરેક્શનવાળા ભાગના આરંભ પર મૂકવામાં આવે છે, પછી ઉપરનું દબાણ ટકાવી રાખીને ટેપને કરેક્શનવાળા ભાગ પર ફેરવવામાં આવે છે તેની સાથે એટલું લખાણ ટેપથી ઢંકાઈ જાય છે. આવું કર્યા પછી તરત એ નક્કર ટેપ પર નવું લખાણ લખી શકાય છે. કરેક્શન લિક્વિડમાં આ લાભ નથી મળતો. એને થોડી વાર સુકાવા દેવું પડે છે.  વળી, કરેક્શન લિક્વિડનો બીજો ગેરલાભ એ પણ ખરો કે આખી દુનિયામાં નાદાન લોકો આ લિક્વિડને સુંઘીને તેનો નશો કરતા જોવા મળે છે. કરેક્શન ટેપમાં એવી કોઈ નશાકારક સ્મેલ નથી હોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન