મોંઘી સારવારને કારણે 5.5 કરોડ ભારતીયો બન્યા ગરીબ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોંઘી સારવારને કારણે 5.5 કરોડ ભારતીયો બન્યા ગરીબ

મોંઘી સારવારને કારણે 5.5 કરોડ ભારતીયો બન્યા ગરીબ

 | 3:23 pm IST

ભારતમાં ગરીબી કેટલી ઝડપે વધી રહી છે તે વિશે કરવામાં આવેલા એક સર્વેમાં આશ્રર્યજનક કારણ સામે આવ્યું છે. જેમાં દેશમાં 55 મિલિયન લોકો એટલે કે 5.5 કરોડ મોંઘી સારવારને કારણે ગરીબ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેને પરિણામે તેઓ ગરીબી રેખાની ઉપર પહોંચી ગયા છે.

આ ઉપરાંત અકસ્માતોએ લોકોને વધું તકલીફો ઊભી કરી. આરોગ્ય ખર્ચ કોઈ પણ કુટુંબ માટે વિનાશકારી માનવામાં આવે છે જો તે 10 ટકાથી વધુ હોય તો. રસ્તા પરના અકસ્માતો અને અન્ય અકસ્માતોથી લોકોને વધુ તકલીફ પડી છે કારણ કે, આ કારણે દર્દીઓને હોસ્પિટલમાં 7 દિવસથી વધુ રહેવું પડે છે. 1993-94 અને 2011-12 વચ્ચે અર્થશાસ્ત્રી સકથીવેલ સેલ્વરાજ અને હબિબ હસનએ ગ્રાહક ખર્ચના સર્વેક્ષણનો અભ્યાસ કર્યો.

સર્વે દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે આ પરિવારો પૈકી દવાઓ પર ખર્ચ કરવાને કારણે જ 3.8 કરોડ લોકો ગરીબ બની ગયા. ખર્ચાળ દવાઓએ આ પરિવારની કમર તોડી નાંખી છે. ઘરમાં વૃદ્ધ તેમજ અન્યોને પણ આવી પડેલી આકસ્મિક ગંભીર બીમારીનો બોજ સહન કરવા આ પરિવારો મજબૂર બન્યા છે. જેને પરિણામે ઘરની આર્થિક સ્થિતિતો કથળી જ છે. પણ ઘરમાં બાળકોના ભણતર પર માઠી અસર પડી છે. તેમના ભણતર પાછળ જરૂરી ખર્ચ કરવા માટે પણ પરિવારો સક્ષમ નથી.

બિમારીઓની સારવારમાં નાણાં ખર્ચીને પરિવાર ગરીબ થઇ રહ્યો છે. દેશની મોટી વસ્તી બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે આરોગ્ય પર આ પરિવારો દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો સૌથી મોટો ભાગ કેન્સર, હૃદય રોગ, કિડની અને ડાયાબિટીસ જેવા રોગોમાં જાય છે. આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આવા રોગોમાં, કેન્સરની સારવારમાં સૌથી વધુ નાણાંના ખર્ચ તરીકે સામે આવ્યું.

સરકાર દ્વારા સ્વાસ્થ્ય અંગે અનેક યોજના જેવી કે મુખ્યમંત્રી અમૃતમ્ યોજના વિગેરે ચલાવવામાં આવે છે. પણ આવી યોજનાનો લાભ મેળવવા દરેક પરિવાર હકદાર નથી. આવકને અનુલક્ષીને આવી યોજનાઓનો મળતો લાભ, અનેક પરિવારો માટે અતિ ક્રુર સાબિત થઈ રહ્યો છે. અલબત્ત આવી યોજનાઓને લઈને ચોક્કસપણે કેટલાંક કુટુંબોનો ભાર હળવો થયો છે. પણ હજી આ ક્ષેત્રે બહું જ બધું કરવાનું બાકી છે.

2013મા ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર 2013ની રજૂઆત સાથે, જીવન બચાવતી દવાઓની કિંમતમાં ઘટાડો થયો છે. સરકારે સ્વાસ્થ્ય વીમા યોજનાઓ પણ અમલમાં મૂકી છે, પરંતુ એક મોટી વસ્તી આ સુવિધાથી બાકાત છે. હોસ્પિટલોની ભરતી દરમિયાન થયેલા ખર્ચમાં ગરીબોની કમર તૂટી રહી છે.