કોટનની નવી ચાદરોને આ ટિપ્સથી કરી દો એકદમ સોફ્ટ, અને માણો ઊંઘની મજા - Sandesh
  • Home
  • Lifestyle
  • કોટનની નવી ચાદરોને આ ટિપ્સથી કરી દો એકદમ સોફ્ટ, અને માણો ઊંઘની મજા

કોટનની નવી ચાદરોને આ ટિપ્સથી કરી દો એકદમ સોફ્ટ, અને માણો ઊંઘની મજા

 | 10:54 am IST

મુલાયમ અને સોફ્ટ ચાદર પર સૂઇ જવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે, પરંતુ મોટાભાગે કોટનના નવા કપડાં કેમિકલના ઉપયોગના કારણે ખૂબ કડક રહેતા હોય છે. તેથી તેનો ઉપયોગ કરવામાં થોડી અવગડ પડતી હોય છે. આ સાથે જ જો તમે આ સમસ્યાનું સમાધાન કરી શકતાં ના હોઉં તો અહીંયા જણાવેલી આ ટીપ્સનો ઉપયોગ કરો..

1. નવી ચાદરને પેકેટમાંથી નિકાળીને અડધી ડોલ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બોળી દો. અને થોડા સમય પછી તેને સાદા નવશેકા પાણીમાં ધોઇ લો. ચાદર મુલાયમ થઇ જશે.

2. ઠંડા પાણીમાં એક ચમચી સફેદ વિનેગાર મિક્સ કરીને તે પાણીથી ચાદર ધોઇ નાંખો.

3. હવે આ ચાદરને પાણીથી બહાર કાઢો, અને તેને તડકામાં સૂકવો. આ પ્રોસેસ કરવાથી તમારી કડક ચાદર એકદમ જ સોફ્ટ બનશે.

4. આ સાથે જ્યારે તમારી ચાદર સુકાઇ જાય ત્યારે ફરીથી ડિટર્જન્ટથી સાફ કરો અને પાણી નોર્મલ જ રાખો.

5. હવે તેને તડકામાં ના સૂકવીને વોશિંગ મશીનમાં ડ્રાય કરો. આમ આ બધી રીત અપનાવવાથી તમારી નવી ચાદર એકદમ સોફ્ટી થઇ જશે.