Count for Nirav Modi’s arrest begins, warrant issued by UK court
  • Home
  • Business
  • મોદી સરકાર માટે રાહતના સમાચાર, ગમે તે ઘડીએ થઇ શકે છે નીરવ મોદીની ધરપકડ

મોદી સરકાર માટે રાહતના સમાચાર, ગમે તે ઘડીએ થઇ શકે છે નીરવ મોદીની ધરપકડ

 | 8:42 pm IST

લંડનમાં કોઇપણ જાતના ડર વગર ફરી રહેલા ભાગેડું નીરવ મોદીની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનની અદાલત દ્વારા નીરવ મોદી વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અને હવે કોઇપણ સમયે લંડન પુલિસ નીરવ મોદીની ધરપકડ કરી શકે તેમ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા આ મામલે નીરવ મોદી વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે લંડન પોલીસ દ્વારા નીરવની ધરપકડ કરવામાં આવશે, જોકે ધરપકડ થયા બાદ નીરવ મોદી પાસે જામીનની અરજી કરવાનો વિકલ્પ રહશે.

ઉલ્લેખનીય છે કે ભારત દેશની બેન્કના 13 હજાર કરોડ લઇને ફરાર થઇ ગયેલા નીરવ મોદી લંડનના રસ્તાઓ પર આરામથી લટાર મારતા નજરે ચડી રહ્યા છે. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેવામાં આવી હોવા છતા તે આમ રસ્તા પર ફરી રહ્યો છે. જોકે ત્યારબાદથી જ વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલો ગંભીરતાથી લીધો અને નીરવ મોદી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે.

આ મામલે એવી વિગતો સામે આવી રહી છે કે વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા લેવામાં આવેલા આ પ્રકારના નિર્ણય બાદ ભારતથી સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન જવા માટે રવાના થશે. આ મામલે નીરવ મોદીને લઇને સીબીઆઇ અને ઈડી સતત યુકે ઓશોરિટી અને લંડનમાં રહેલા ભારતીય હાઇ કમીશનના સંપર્કમાં છે.

લંડનના રસ્તા પર નીરવ મોદીને ફરતા જોઇને ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જાહેર કર્યું હતું કે અમે નીરવ મોદીના પ્રત્યર્પણને લઇને કાર્યવાહી કરી રહ્યા છીએ. લંડનમાં તે દેખાઇ ગયો છે, તેનો મતલબ એવો નથી કે અમે તાત્કાલિક તેને ભારત લઇ આવીશું. તેના માટે એક પ્રક્રિયા હોય છે અને અમે તે કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે નીરવ મોદી પ્રત્યર્પણનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અમે સારી રીતે જાણીએ છીએ કે તે બ્રિટનમાં છે, નહીં તો અમે આ રીતે અનુરોધ ન કરે ત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન