આતંકવાદ મુદ્દે બે મોઢાની વાત નહીં ચાલે આતંકી શહીદ કેવી રીતે ગણાય : રાજનાથ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આતંકવાદ મુદ્દે બે મોઢાની વાત નહીં ચાલે આતંકી શહીદ કેવી રીતે ગણાય : રાજનાથ

આતંકવાદ મુદ્દે બે મોઢાની વાત નહીં ચાલે આતંકી શહીદ કેવી રીતે ગણાય : રાજનાથ

 | 4:27 am IST
  • Share

ઇસ્લામાબાદ :

પાકિસ્તાનમાં યોજાયેલા સાર્ક દેશોના ગૃહપ્રધાનોનાં સંમેલનમાં ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહે ત્રાસવાદ અંગે મગરનાં આંસુ સારનાર પાકિસ્તાન પર માછલાં ધોયાં હતાં. પાકિસ્તાનની ધરતી પર જ તેમણે ત્રાસવાદના મામલે પાક.ને આડે હાથ લઈને આકરા શબ્દોમાં ઝાટકી નાખ્યું હતું. આતંકીઓને શહીદ ગણાવનાર પાકિસ્તાનના અભિગમને રાજનાથસિંહે ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાક. સરકારે આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ. સારા ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદનું પૃથક્કરણ કરનાર પાકિસ્તાનને પોતાની ભાષામાં જડબાતોડ જવાબ આપતાં રાજનાથસિંહે કહ્યું હતું કે આતંકવાદ એ આતંકવાદ છે તેમાં સારો ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદ એવું ન હોવું જોઈએ. ભારત ઘણા સમયથી એવો આક્ષેપ કરી રહ્યો છે કે પાકિસ્તાન કાશ્મીરમાં લડતા ત્રાસવાદીઓને સારા ગણે છે અને તેને ટેકો આપે છે જ્યારે અન્ય ત્રાસવાદી ઘટનાઓને વખોડી કાઢે છે.મુંબઈ હુમલાનાં પીડિતોને ન્યાય અપાવવાની રાજનાથસિંહે માગણી કરી હતી.

યુએને કાશ્મીર મુદ્દે ભારતની તરફેણ કરી

પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે વારંવાર સંયુક્ત રાષ્ટ્રમાં કાગારોળ મચાવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉછાળવા કોશિશ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં આ મામલે યુએન દ્વારા પાક.ને રોકડું પરખાવી દેવાયું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે, આમાં કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ કરી શકે નહીં, આમ યુએન દ્વારા પાક.ના કાશ્મીરકાર્ડને ફગાવી દેવામાં આવ્યું છે. પાક.ના પ્રયાસોને આને કારણે ફટકો પડયો છે. પાકે. કહ્યું હતું કે કાશ્મીરમાં માનવઅધિકારોનો ભંગ થાય છે તેથી યુએન અને અન્ય દેશોએ તેમાં દરમિયાનગીરી કરવી જોઈએ ત્યારે યુએન દ્વારા આ માગ ફગાવી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન