Countless Benefits Hidden in Sunflower Seeds
  • Home
  • Fashion & Beauty
  • સ્કિન માટે જ નહીં ભયંકર રોગો માટે પણ વરદાનરૂપ સૂર્યમુખીના ચમત્કારી બી

સ્કિન માટે જ નહીં ભયંકર રોગો માટે પણ વરદાનરૂપ સૂર્યમુખીના ચમત્કારી બી

 | 11:38 am IST

મીઠાવાળા સૂરજમૂખીના કુરકુરા બી આખા વિશ્વમાં પસંદ કરાઇ રહ્યા છે. શું તમે જાણો છો કે ભૂખને કંટ્રોલ કરનાર સૂર્યમુખીના ચમત્કારી બી તમારી તંદુરસ્તી માટે કેટલાં ફાયદાકારક છે. સૂર્યમુખીના 100 ગ્રામ બીમાંથી મળનાર પોષણ પ્રભાવશાળી ન્યૂટ્રિશન ડેટા સામે આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે તેમાં 9 ગ્રામ ફાઇબર, 19.4 ગ્રામ પ્રોટીન, 26.1 ગ્રામ વિટામિન-ઇ, 129 મિલીગ્રામ મેગ્નેશિયમ, 79.4 માઇક્રોગ્રામ સેલેનિયમ, 69 મિલીગ્રામ ઓમેગા-3 ફેટી એસિડ અને 32785 મલિગ્રામ ઓમેગા-6 ફેટી એસિડ મળ્યો છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે સ્કીન માટે સૂર્યમુખીના બી સૌથી શ્રેષ્ઠ.

હાર્ટના રોગોથી દૂર રાખે છે

સૂર્યમુખીના બીમાં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખીના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે. હાઇપરટેન્શન અને હાર્ટના રોગોથી દૂર રહેવાય છે. જુદા જુદા રિસર્ચમાં જણાવવામાં આવે છે કે જુદાં જુદાં નટ્સ અને સીડ્ઝમાં પણ સૂર્યમુખીના બી સૌથી વધુ ફાયદાકારક છે. વિટામિન ‘ઈ’ને પચવા ફેટ જરૂરી છે. સૂર્યમુખીના બીમાં વિટામિન ઈની સાથે સાથે એસેન્સિયલ ફેટી એસિડ પણ છે.

કેન્સર સામે રક્ષણ આપે છે

સૂર્યમુખીના બી કેન્સરની સામે શરીરને રક્ષણ આપે છે. સનફ્લાવરમાં આવેલાં પોષકતત્ત્વો કેન્સરની ગાંઠને વધવા દેતાં નથી. તેમાં આવેલાં એન્ટીઓક્સીડેન્ટ ધીમા કેન્સરને અટકાવે છે. વિટામિન ‘ઈ’ પુરુષોને પ્રોસ્ટેટની બીમારીથી દૂર રાખે છે. તે ફેફસાંના કેન્સરને પણ દૂર રાખે છે.

સેલેનિયમ થાઇરોઇડ ફંક્શનને બરાબર રાખે છે

ઇરોઇડ થવાનું મુખ્ય કારણ સેલેનિયમ નામના મિનરલની ખામી છે. સનફ્લાવરના બીમાં સેલેનિયમ ભરપૂર પ્રમાણમાં છે. થાઇરોઇડને કારણે શરીરમાં ટેમ્પ્રેચર, હાર્ટરેટ જળવાઇ રહે છે. સનફ્લાવરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ કરે છે.

કયા સમયે ખાવા?

સૂર્યમુખીના બી દિવસમાં 1થી 2 ચમચા ખાઈ શકાય છે. જ્યારે ભૂખ લાગે ત્યારે તેને મુખવાસની જેમ ફાકી શકાય છે. બાળકો માટે ઝીણા દળી લોટમાં ભેળવીને અથવા સિરિયલ્સમાં નાખીને પણ આપી શકાય છે. મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો સનફ્લાવર સીડ્ઝનો ફાકડો મારી પાણી પી લેવાથી ભૂખ ઓછી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન