દેશભરના દવા ફાર્માસિસ્ટો, કેમિસ્ટોની ૨૮ સપ્ટેમ્બરે હડતાળ - Sandesh
  • Home
  • Mumbai
  • દેશભરના દવા ફાર્માસિસ્ટો, કેમિસ્ટોની ૨૮ સપ્ટેમ્બરે હડતાળ

દેશભરના દવા ફાર્માસિસ્ટો, કેમિસ્ટોની ૨૮ સપ્ટેમ્બરે હડતાળ

 | 2:36 am IST

। મુંબઈ ।

ઇ ફાર્મસીને માન્યતા આપવા માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી બતાવી છે. ઇ ફાર્મસીનો અંતિમ પડાવ રજૂ કરાયા બાદ તેમાં ફાર્માસિસ્ટ તથા કેમિસ્ટોને સ્થાન અપાયું છે કે નહીં તે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં ૨૮ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરાયું છે. ૨૮ સપ્ટેમ્બરે ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં દેશભરની લગભગ આઠ લાખ દવાની દુકાનો બંધ રહેશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ અસોસિયેશનના સેક્રેટરી અનિલ નાવંદરે જણાવ્યું હતું. દરેક ક્ષેત્રમાં ઇ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમાં હવે મેડિકલ ક્ષેત્ર કેમ બાકાત રહી જાય, દવાઓનું વેચાણ પણ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.

ઓનલાઇન કંપનીઓ મારફત ઇ ફાર્મસી શરૂ કરવામાં આવી છે. માત્ર આ ઇ પોર્ટલ પર કોઇપણ દવા વેચવાનું સરળ બની ગયું છે અને કોઇપણ દરદી કોઇપણ દવા સહેલાઇથી મંગાવી શકે એમ છે. દરદીઓના હિતમાં દવા ઓનલાઇન લેવી જોખમ ભરેલી હોવાનો મત કેમિસ્ટોએ વ્યકત કર્યો છે. કારણ કે પ્રિસ્ક્રિપ્શન્સ વગર દવા વેચવી ગેરકાયદે છે અને સરકારની આ ભૂમિકા સામે જ ફાર્માસિસ્ટો અને કેમિસ્ટોએ ૨૮ સપ્ટેમ્બરે હડતાળ પાડી હોવાનું જણાવ્યું છે.

આ માગણી મહારાષ્ટ્ર માટે નથી

બંધની હાકલ પોકારતા માગણીઓ બાબતે કેમિસ્ટોમાં જ સંભ્રમ થયો છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં ફાર્માસિસ્ટોની સંખ્યા ઓછી છે ત્યાં મેડિકલ કોલેજોનો પણ અભાવ છે. આ માગણી મહારાષ્ટ્ર ઉપરાંત જે રાજ્યોમાં ગરજ છે તેને માટે છે. તેના લીધે જે રાજ્યોને ગરજ છે તેવાઓ જ બંધમાં સામેલ થવાના છે એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિએશને કરી છે.

;