દેશમાં FDI છેલ્લા પાંચ વર્ષમાં નિમ્ન સ્તરે પહોંચ્યું - Sandesh
  • Home
  • Business
  • દેશમાં FDI છેલ્લા પાંચ વર્ષમાં નિમ્ન સ્તરે પહોંચ્યું

દેશમાં FDI છેલ્લા પાંચ વર્ષમાં નિમ્ન સ્તરે પહોંચ્યું

 | 1:22 am IST

નવી દિલ્હી :

દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) સૌથી નિમ્ન સ્તરે પહોંચ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે માત્ર રૂ.૧.૫ કરોડનું રોકાણ થયું છે. સંસદમાં સોમવારે જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૮ના એપ્રિલ – સપ્ટેમ્બર દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે માત્ર રૂ.૧.૫ કરોડની રકમ એફડીઆઇ દ્વારા આવી હતી. ૨૦૧૪-૧૫ના વર્ષમાં આ રકમ રૂ.૫૭ લાખ હતી અને ૨૦૧૫-૧૬ અને ૨૦૧૭-૧૮માં અનુક્રમે રૂ.૭૧ લાખ અને રૂ.૭ લાખ હતી વર્ષ ૨૦૧૭-૧૮માં FDIમાં વૃદ્ધી દર પાંચ વર્ષમાં સૌથી ઓછા ત્રણ ટકાની સાથે રૂ. ૩,૧૯,૧૫૨ કરોડ રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ કામકાજના છેલ્લાં છ સત્રમાં ભારતીય શેરબજારમાં રૂ.૫,૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આર્થિક વૃદ્ધિ દર ઊંચો રહેવાની ધારણાએ રોકાણકારોએ આ અભિગમ અપનાવ્યો હતો. આ પહેલાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (એફપીઆઇ) જાન્યુઆરી મહિનામાં શેરબજારમાંથી રૂ.૫,૨૪૬ કરોડ પાછા ખેંચી લીધા હતા. આ એક આવકારદાયક પગલું છે. જોકે, આગળ ઉપર તેઓ કેવો અભિગમ અપનાવશે તે કહેવું અત્યારે અસ્થાને ગણાશે. હાલમાં વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યું હોવા છતાં આવનારા સમયમાં તેઓ તકેદારી રાખશે, એમ મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સિનિયર એનાલિસ્ટ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;