country in a deep power crisis going
  • Home
  • Business
  • તો શું દેશભરમાં છવાશે વીજ સંકટ, 50,000 મેગાવૉટની થઈ શકે છે અછત ?

તો શું દેશભરમાં છવાશે વીજ સંકટ, 50,000 મેગાવૉટની થઈ શકે છે અછત ?

 | 3:17 pm IST

દેશમાં વિજ ક્ષેત્રે જોડાયેલી 34 કંપનીઓ પર 1.5 કરોડનું બેન્કોનું દેવુ છે. આમાંથી કેટલીક કંપનીઓ દેશમાં વીજ ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. જેમાં ઝીંદલ, જેપી પાવર વેન્ચર, પ્રયાગરાજ પાવર, જાબુઆ પાવર, કેએસકે મહાનંદી, કોસ્ટલ એર્નજન સહિત 34 વિજ કંપનીઓનો સમાવેશ થાય છે. જો આ કંપનીનું ઉત્પાદન બંધ થઈ જાય તો દેશમાં વિજળીનું સંકટ છવાશે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સંસદની સબકમિટીએ આ વર્ષની શરૂઆતમાં કહ્યુ હતુ કે દેશમાં 34 હજાર મેગાવૉટ વિજળી ઉત્પાદન પર સંકટ આવશે.આ કંપનીઓ પાસેથી યા તો કોઈ વિજળી ખરીદતું નથી અથવાતો વીજ ઉત્પાદન કરવા માટે જે કોલસાની જરૂર છે તે મળતો નથી. કેટલાક વિશેષરજ્ઞોનું માનવુ છે કે દેશમાં 50 હજાર મેગાવૉટ વિજળીની અછત સર્જાશે.
ઉર્જા મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, ઉત્તરપ્રદેશમાં નાણાં વર્ષ 2017માં 17,183 મેગાવૉટ વિજળીની માગ હતી ત્યારે 15,501 મેગાવૉટ વિજળી સપ્લાઈ થઈ હતી. જો 50 હજાર મેગાવૉટ વિજળીની અછત થાય તો ઉત્તરપ્રદેશમાં 3 રાજ્યોમાં અંધકાર છવાશે.

દેશમાં કુલ ઉત્પાદિત વિજળી- રાજ્યમાં 84627 મેગાવૉટ 24.6 %, કેન્દ્રમાં 1,03,761 મેગાવૉટ, 30.2%, ખાનગી કંપનીઓમાં 1,55,511 મેગાવૉટ, 45.2% છે. 2017-18માં દેશમાં કુલ 12,12,134 મેગાવૉટ વીજ પુરવઠાની જરૂર હતી સપ્લાય થયેલી 12,03,567 મેગાવૉટ એટલે કે 8567 મેગાવૉટ વિજળીની અછત સર્જાઈ હતી. 2018-19 જૂન સુધીમાં 3,25,428 મેગાવૉટ વિજળીની જરૂર હતી સપ્લાય થયેલી 3,23,418 મેગાવૉટ એટલે કે લગભગ 2000 યૂનિટ વિજળીની અછત વર્તાઈ છે.