દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઘટીને ૦.૫ ટકા થયું - Sandesh
  • Home
  • Business
  • દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઘટીને ૦.૫ ટકા થયું

દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઘટીને ૦.૫ ટકા થયું

 | 12:36 am IST

। નવી દિલ્હી ।

દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ગયા નવેમ્બરમાં ઘટીને ૦.૫ ટકા થયું હતું, એમ સરકારે શુક્રવારે જણાવ્યું હતું. મેન્યૂફેકચરિંગના કામકાજમાં ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઇ હતી. આથી, ૨૦૧૭ના જૂન બાદ ઔદ્યોગિક ઉત્પાદનનો અત્યંત ધીમો વૃદ્ધિ દર નોંધાયો હતો.   ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (આઇઆઇપી)ના આધારે ઔદ્યોગિક ઉત્પાદન નક્કી કરવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા બાંધવામાં આવેલા અંદાજને પણ મોટા માર્જીનથી ચૂકી જવાયો હતો. અર્થશાસ્ત્રીઓએ નવેમ્બર માટે ઓદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૪.૧ ટકા અંદાજ્યો હતો.   ઓકટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૮.૧ ટકા ઉપરથી સુધારી ૮.૪ ટકા કરવામાં આવ્યો હતો, એમ સેંટ્રલ સ્ટેટેટિક્સ ઓફિસે (સીએસઓ) જણાવ્યું હતું. મેન્યૂફેકચરિંગ ક્ષેત્ર ઇન્ડેક્સમાં ૭૭.૬ ટકાનું મહત્ત્વ ધરાવે છે. તેને ધ્યાનમાં લેતા આ ક્ષેત્રે નવેમ્બરમાં ઉત્પાદન ૦.૪ ટકા ઘટયું હતું. ઓકટોબરમાં મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે ૮.૨ ટકા વૃદ્ધિ જોવાઇ હતી જે ૨૦૧૭ના નવેમ્બરમાં ૧૦.૪ ટકા હતી, એમ સીએસઓના આંકડાઓએ દર્શાવ્યું હતું.

નવેમ્બરમાં માઇનીંગ અને ઇલેક્ટ્રીસીટી ક્ષેત્રે વૃદ્ધિ અનુક્રમે ૨.૭ ટકા અને ૫.૧ ટકા રહી હતી. આઇઆઇપીમાં માઇનીંગ ૧૪.૪ ટકાનું મહત્ત્વ ધરાવે છે. કેપિટલ ગુડ્ઝનું ઉત્પાદન ૩.૪ ટકા ઘટયું હતું કે જેમાં એક વર્ષ પૂર્વે ૩.૭ ટકા વૃદ્ધિ જોવાઇ હતી. ૨૦૧૭ના વર્ષમાં કન્ઝયૂમર ડયૂરેબલ્સ ક્ષેત્રે ૩.૧ ટકા વૃદ્ધિ જોવાઇ હતી જે ૨૦૧૮ના વર્ષમાં ૦.૯ ટકા ઘટી હતી. કન્ઝયૂમર નોન ડયૂરેબલ્સ ગુડ્ઝમાં પણ નવેમ્બરમાં ૦.૬ ટકાનો ઘટાડો થયો હતો કે જેમાં એક વર્ષ પૂર્વે ૨૩.૭ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ૨૦૧૮ના નવેમ્બર દરમિયાન મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે ૨૩ ઇન્ડસ્ટ્રી ગ્રુપમાંથી ૧૦માં સકારાત્મક વૃદ્ધિ જોવાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;