દેશનું ઔદ્યોગિક ઉત્પાદન જૂનમાં વધીને ૭ ટકા થયું - Sandesh
  • Home
  • Business
  • દેશનું ઔદ્યોગિક ઉત્પાદન જૂનમાં વધીને ૭ ટકા થયું

દેશનું ઔદ્યોગિક ઉત્પાદન જૂનમાં વધીને ૭ ટકા થયું

 | 2:36 am IST

। નવી દિલ્હી ।

માઇનિંગ, મેન્યૂફેકચરિંગ અને વીજળી ક્ષેત્રે મોટા પાયે ઉત્પાદનને કારણે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન જૂનમાં ૭ ટકા થયું હતું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (આઇઆઇપી) દ્વારા માપવામાં આવતું દેશનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લાં ચાર મહિનામાં સૌથી વધુ ઝડપે વધી જૂનમાં ૭ ટકા થયું હતું જે મે મહિનામાં ૩.૯ ટકા હતું. તહેવારોની મોસમ પૂર્વે મેન્યૂફેકચરિંગના ઉત્પાદનમાં ભારે વૃદ્ધિ જોવા મળી હતી, એમ સરકારી આંકડાઓએ આજે દર્શાવ્યું હતું.

ઇન્ડેક્સમાં કેપિટલ ગુડ્ઝ મેન્યૂફેકચરિંગનો ફાળો ૭૮ ટકા છે અને તેમાં વધારાને કારણે આ વૃદ્ધિ જોવાઇ હતી. જૂનમાં મેન્યૂફેકચરિંગમાં ૬.૯ ટકા વૃદ્ધિ જોવાઇ હતી જે સામે મે મહિનામાં ૨.૮ ટકા વૃદ્ધિ અનુભવાઇ હતી. જૂનમાં આઇઆઇપીમાં બહેતર વૃદ્ધિ જોવા મળી હતી. આઇઆઇપીમાં ૭ ટકા વધારો થયો હતો. કેપિટલ ગુડ્સમાં ૯.૬ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇઆઇપી વૃદ્ધિ ૫.૨ ટકા રહી હતી અને મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે પણ આ જ વૃદ્ધિ દર રહ્યો હતો. કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ સહિત ૨૩ ઉદ્યોગ જૂથોમાંથી ૧૯માં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. ઇન્ડેક્સમાં ૭૭.૬૩ ટકા હિસ્સો મેન્યૂફેકચરિંગ ક્ષેત્ર ધરાવે છે અને જૂનમાં તે વધીને ૬.૯ ટકા થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં ૦.૭ ટકા ઘટયો હતો.

આઇઆઇપીમાં ૪૦.૨૭ ટકા હિસ્સો આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો છે અને સિમેન્ટ, રિફાઇનરી, પ્રોડક્ટ્સ અને કોલસા ક્ષેત્રે બેવડા અંકમાં વૃદ્ધિ જોવા મળતા જૂનમાં આઇઆઇપી સાત મહિનાની સર્વોચ્ચ ૬.૭ ટકાની સપાટીએ પહોંચ્યો હતો, એમ આંકડાઓએ દર્શાવ્યું હતું. ચોમાસા દરમિયાન સિમેન્ટનું ઉત્પાદન ઘટવાની ધારણા છે ત્યારે બીજી બાજુએ આગામી મહિનાઓમાં ઇન્ફ્રા ક્ષેત્રે સરકારનો ખર્ચ આ ક્ષેત્રના ભાવિ વૃદ્ધિ સંયોગો માટે મહત્ત્વનો બની રહેશે

જૂનમાં અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી તેઓમાં માઇનિંગ (૬.૬ ટકા), ઇલેક્ટ્રીસીટી (૮.૫ ટકા), પ્રાયમરી ગુડ્ઝ (૯.૩ ટકા), ઇન્ટમિડીએટ ગુડ્ઝ (૨.૪ ટકા) અને કન્ઝયૂમર ડયૂરેબલ્સ (૧૩.૧ ટકા)નો સમાવેસ થતો હતો.

;