tcs net profit increased rs 7901 crore
  • Home
  • Business
  • દેશની મોટી આઇટી કંપનીનો ચોખ્ખો નફો વધી રૂ.7,901 કરોડ થયો

દેશની મોટી આઇટી કંપનીનો ચોખ્ખો નફો વધી રૂ.7,901 કરોડ થયો

 | 9:12 am IST

દેશની સૌથી મોટી આઇટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે (ટીસીએસે) આજે અપેક્ષા અનુસાર બીજા ત્રિમાસિક ગાળાનું પરિણામ રજૂ કર્યું હતું. જુલાઈ – સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 22.6 ટકા વધી રૂ. 7,901 કરોડ થયો હતો. કંપનીની આવક રૂપિયા 36,854 કરોડ થઈ હતી જે 20.7 ટકાનો વધારો દર્શાવે છે.

ટીસીએસનો ઓપરેટિંગ માર્જિન 26.5 હતો અને કામગીરીમાંથી ચોખ્ખી રોકડ આવક રૂ. 7,363 કરોડ હતી. કંપની પાસે 10 કરોડ ડોલરના ક્લાયન્ટના કામકાજ છે જે તેની સંગીન કામગીરીનો પુરાવો છે. ટીસીએસે શેર દીઠ રૂ. 4ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

ટીસીએસના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની સર્વાંગી કામગીરીથી અમે બેહદ ખુશ છીએ. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની માગના વિસ્તરણ દ્વારા કંપનીની આવકમાં વૃદ્ધિ થઈ હતી. આઈટી ઉદ્યોગ ડિજિટલ વૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યો છે.