coupe do these mistake while using condom during Sex
NIFTY 11,434.75 -0.35  |  SENSEX 37,857.60 +5.60  |  USD 70.1675 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોટાભાગના પુરુષો કોન્ડોમના ઉપયોગ સમયે કરે છે આ ભૂલો

મોટાભાગના પુરુષો કોન્ડોમના ઉપયોગ સમયે કરે છે આ ભૂલો

 | 11:38 am IST

કોન્ડોમનો માત્ર ઉપયોગ કરવો જ પર્યાપ્ત નથી, તેની યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ આવડવો જોઈએ. પરંતુ ચારમાંથી માત્ર પુરુષો જ તેના ઉપયોગની યોગ્ય રીત જાણે છે.
મોટાભાગના પુરુષો કોન્ડોમનો ઉપયોગ સમયે આ ભૂલો કરે છે.

– ઈન્ડિયાના યુનિવર્સિટીમાં આ મામલે એક રિસર્ચ થયું, જેમાં 50 રિસર્ચનું વિશ્લેષણ કરીને 16 લાખ ડેટા એકઠા કરવામાં આવ્યો. જેમાં અઢળક ભૂલો જોવા મળી હતી. તેમાં કેટલીક ભૂલો પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરતા સમયે જ કરે છે. રિસર્ચ અનુસાર, લગભગ 17થી 51.1 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ સંભોગ શરૂ થયા બાદ કરે છે, જેમાં અનેકવાર ડિસ્ચાર્જ થવા લાગે છે. જેનું તેમને ભાન હોતું નથી. તેનાથી પ્રેગનેન્સી અને એસટીડીનો ખતરો વધી જાય છે.

જલ્દી પહેરવું
રિપોર્ટ કહે છે કે, કોન્ડોમ ઉપયોગ સમયે લોકો હંમેશા જલ્દીજલ્દીમાં કામ લે છે. લગભગ 13.6 ટકા અને 44.7 ટકા વચ્ચેના લોકો કોન્ડોમને સેક્સ પૂરુ થયા પહેલા જ હટાવી લે છે.

ખોલવાની રીત
લગભગ 2.1 થી 25.3 ટકા વચ્ચેના લોકોને કોન્ડોમ ખોલવાની સાચી રીત ખબર નથી. તેઓ હંમેશા પેકેટને વચ્ચેથી ખોલે છે. આ રીત યોગ્ય નથી. કોન્ડોમનું પેકેટ હંમેશા કિનારા પરથી જ ખોલવું જોઈએ. હંમેશા લોકો કોન્ડોમ પહેરતા પહેલા જ ખોલી દે છે. લગભગ 11.2 ટકા પુરુષો અને 8.8 ટકા મહિલાઓ આ ભૂલ કરે છે. યોગ્ય રીત એ છે કે, તમે કોન્ડોમને ઉપરના ભાગે રાખો, અને પછી તેને ઉપર તરફથી અનરોલ કરવાનું શરૂ કરો. લગભગ 2.1 થી 11.2 ટકા વ્ચચેના લોકો પેકેટને ધારદાર વસ્તુથી ખોલે છે. આવામાં કોન્ડોમમાં પણ ચીરો લાગી શકે છે.

કોન્ડોમના છેડા પર હંમેશા વીર્ય માટે થોડી જગ્યા છોડી દેવી જોઈએ. પંરતુ રિપોર્ટ અનુસાર, 24.3 થી 45.7 ટકા લોકોને આ વાતની માહિતી હોતી જ નથી. તો બીજી તરફ, કોન્ડોમ પહેરતા સમયે જલ્દીજલ્દીમાં તેમનાથી હવા રહી જાય છે. જેનાથી કોન્ડોમ ફાટવાનો ડર રહે છે. લગભગ 41.6 પુરુષો અને 48.1 ટકા મહિલાઓ આ ભૂલ કરે છે.

કોન્ડોમનો ફરીથી ઉપયોગ
1.4 થી 3.3 ટકા વચ્ચેના લોકો સેક્સ દરમિયાન ઓછામાં ઓછા બે વાર કોન્ડોમનો ફરીથી ઉપયોગ કરે છે. આવું ન કરવું. તેનો એકવાર ઉપયોગ કરીને તેને ફેંકી દો અને હાથને સારી રીતે ધોઈ લેવા.

ખોટી રીતે સ્ટોર કરવું
સ્ટડી અનુસાર, લગભગ 3.3 થી 19.1 ટકા વચ્ચેના લોકો કોન્ડોમને કુલ અને ડાર્ક સ્થાન પર સ્ટોર કરીને રાખે છે. એટલું જ નહિ, કેટલાક પુરુષો તો તેને પર્સની અંદર રાખે છે. જેનાથી તે ખરાબ થઈ જાય છે. આવામાં તે ફાયદાના બદલે નુકશાન પહોંચાડે છે.