વૃદ્ધ દંપતીએ રાષ્ટ્રપતિ પાસેથી માંગ્યુ ઈચ્છામૃત્યુ, કારણ જાણી તમારું હૃદય દ્રવી ઉઠશે - Sandesh
  • Home
  • India
  • વૃદ્ધ દંપતીએ રાષ્ટ્રપતિ પાસેથી માંગ્યુ ઈચ્છામૃત્યુ, કારણ જાણી તમારું હૃદય દ્રવી ઉઠશે

વૃદ્ધ દંપતીએ રાષ્ટ્રપતિ પાસેથી માંગ્યુ ઈચ્છામૃત્યુ, કારણ જાણી તમારું હૃદય દ્રવી ઉઠશે

 | 11:42 am IST

મુંબઈના એક વયોવૃદ્ધ દંપતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અનુરોધ કરીને એક્ટિવ યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ)ની પરમિશન માંગી છે. કેમ કે તેમને લાગે છે કે સમાજ માટે કે પોતાના માટે તેમની કોઈ ઉપયોગિતા નથી રહી. નારયણ લાવતે (88 વર્ષ) અને તેમની પત્ની ઈરાવતી (78 વર્ષ)ને કોઈ સંતાન નથી. તેમનું કહેવું છે કે, તેમના સગા ભાઈ-બહેન પણ હવે જીવિત નથી અને તેમનું માનવું છે કે, તેમની ઈચ્છાની વિરુદ્ધ તેમને જીવિરાત રાખવા દેશ અને તેના સંશાધનો માટે બરબાદી છે, જે પહેલાથી જ પૂરતા નથી.

ઉલ્લેખનીય છે કે, ઈચ્છા મૃત્યુમાં મેડિકલ એક્સપર્ટસ દ્વારા એવી દવા આપવામાં આવે છે, જેનાથી રોગીની મોત થઈ જાય છે. દંપતી દક્ષિણ મુંબઈના ચરની રોડ વિસ્તારમાં રહે છે. તેમણે રાષ્ટ્રપતિને અનુરોધ કર્યુ છે કે, તેમને લાગે છે કે, કોઈ ગંભીર રોગથી તેમના ગ્રસિત થવા સુધી તેમને મૃત્યુની રાહ જોવડાવવી તે યોગ્ય નહિ કહેવાય. તેથી તેમના કિસ્સામાં એક્ટિવ યુથેનેશિયા એક અપવાદ મામલો બનાવવામાં આવે. મહારાષ્ટ્ર રાજ્ય પથ પરિવહન નિગમથી 1989માં રિટાયર્ડ થયેલા નારાયણ લાવતેએ કહ્યું કે, મોતની સજાનો સામનો કરી રહેલા લોકો પ્રતિ દયા દાખવવાની રાષ્ટ્રપતિ પાસે શક્તિ છે. અમે પણ ઉંમર કેદ જ કાપી રહ્યા છે. રાષ્ટ્રપતિ અમને અમારું જીવન સમાપ્ત કરવાની પરમિશન આપીને અમારા પર દયા કરી શકે છે.

પોતાના અસામાન્ય અનુરોધના વિસ્તારમાં જતા લાવતેએ કહ્યું કે, જો તે અને તેમની પત્ની ટેરેસ પરથી કૂદીને કે ફાંસી લગાવીને આત્મહત્યા કરે તો તેની કોઈ ગેરેન્ટી નથી કે, તેમની મોત થશે જ. લાવતેએ કહ્યું કે, સ્વિત્ઝરલેન્ડમાં ડિગ્નીટાઝ નામનું એક સંગઠન છે, જે એવા લોકો માટે છે જે પોતાનું જીવન સમાપ્ત કરવા માગે છે. આ કામમાં તેમની મદદ કરનારા તબીબો પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ નથી લાગતો. અમે લોકો ત્યાં સદસ્ય તો બન્યા, પરંતુ અમે ત્યાં જઈ શક્તા નથી. કેમ કે મારી પાસે પાસપોર્ટ નથી.

કપલે કહ્યું કે, રાષ્ટ્રપતિને અરજી આપવાનો હેતુ એ છે કે, લોકો ઈચ્છા મૃત્યુ માટે એક અપવાદનો કિસ્સો બની શકે. 21 ડિસેમ્બર 2017ની પોતાની અરજીમાં લાવતેએ કહ્યું કે, તેમનું અને તેમની પત્નીનું સ્વાસ્થય સારું છે અને કોઈ ગંભીર બીમારીથી તેઓ પીડિત નથી. તેથી અમને કોઈ ગંભઈર બીમારીના સંપર્કમાં આવવાની રાહ જોવી તે યોગ્ય નહિ કહેવાય. અમે મોત બાદ અમારુ બચેલુ ધન રાજ્યના કોષાગારમાં દાન કરવાનો વાયદો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઈચ્છા મૃત્યુ ગેરકાયદેસર છે અને કેટલાક દુર્લભ કિસ્સાઓમાં લાઈફ સપોર્ટના સહારે જીવિત વ્યક્તિને તે સપોર્ટ હટાવીને ઈચ્છા મૃત્યુ અપાવી શકાય છે. કોઈ ઈન્જેક્શન કે અન્ય રીતે ઈચ્છા મૃત્યુ આપવું ભારતમાં ગેરકાયદેસર છે. લગભગ 35 વર્ષોથી કોમામાં સરી પડેલી નર્સ અરુણા શાનબાગેને ઈચ્છા મૃત્યુ આપવાનું સુપ્રિમ કોર્ટે 2011માં નકારી કાઢ્યુ હતું.