Couple Got Married Outside Theatre Before Going to Watch Rajnikant's Petta
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘પેટ્ટા’ જોવા ગયેલા કપલે થિયેટરની બહાર કર્યા લગ્ન, કહ્યું- ‘રજની અમારા ભગવાન’

ફિલ્મ ‘પેટ્ટા’ જોવા ગયેલા કપલે થિયેટરની બહાર કર્યા લગ્ન, કહ્યું- ‘રજની અમારા ભગવાન’

 | 3:36 pm IST

સુપરસ્ટાર રજનીકાંતને સાઉથમાં ભગવાનની જેમ પુજાવામાં આવે છે, એવામાં એક ફિલ્મ જોવા ગયેલા એક કપલે રજનીકાંતને ભગવાન માનીને થિયેટરની બહાર લગ્ન કરાવી લીધા હતા. જો કે, રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ 10 જાન્યુઆરી (ગુરુવારે)એ રિલીઝ થશે. તે દરમિયાન એક કપલે ફિલ્મ જોયા પહેલા થિયેટરની બહાર જ લગ્ન કર્યા હતા અને ફિલ્મ જોયા બાદ પોતાના મિત્રો અને સંબંધીઓને પાર્ટી આપી હતી.

તમને જણાવી દઇએ કે, આ કપલ ચેન્નાઇનું રહેવાસી છે. તેનું નામ અનબરસુ અને કામ્યાચી છે. થિયેટરની બહાર લગ્ન કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, લગ્ન દરમિયાન ભગવાનનું નામ લેવામાં આવે છે. એટલા માટે લગ્ન કોઇ ધાર્મિક સ્થળે અથવા તો ઘરમાં થાય છે. પરંતુ રજનીકાંત જ અમારા ભગવાન છે. એટલા માટે અમે સિનેમા ઘરને લગ્ન માટે પસંદ કર્યું હતું અને અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની નવી ફિલ્મ ‘પેટ્ટા’ ગુરુવારે રિલીઝ થઈ છે.

પેટ્ટામાં રજનીકાંત સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ દેખાશે
ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે, રજનીકાંતની ફિલ્મ પેટ્ટા એડવાન્સ બુકિંગ થકી જ લગભગ 32.85 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. તેમાં રજનીકાંત ઉપરાંત વિજય સેતુપતિ, સિમરન અને હિન્દી સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ એક્ટિંગ કરી છે. ફિલ્મના ડિરેક્ટર કાર્તિક સુબ્બારાજ છે.