કોર્ટના અવમાનનાં ૧૩ વર્ષ જૂના મામલામાં વકીલને જેલ  - Sandesh
  • Home
  • Mumbai
  • કોર્ટના અવમાનનાં ૧૩ વર્ષ જૂના મામલામાં વકીલને જેલ 

કોર્ટના અવમાનનાં ૧૩ વર્ષ જૂના મામલામાં વકીલને જેલ 

 | 1:35 am IST

। મુંબઈ ।

મુંબઈ હાઇ કોર્ટનું અવમાન કરવાના ૧૩ વર્ષ જૂના મામલામાં વકીલને એક અઠવાડિયું જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે જે મામલામાં વકીલને સજા સંભળાવી હતી એ ૨૦૦૫નો છે. એવું કહેવાઇ રહ્યું છે કે એક ન્યાયાધીશે ૫૫ વર્ષીય વકીલ રામચંદ્ર કાગને વિરુદ્ધ કાર્યવાહીની માગ સાથે કોર્ટના અવમાનની અરજી હાઇ કોર્ટની રંગાબાદ ખંડપીઠ સમક્ષ કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કાગનેએ નીચલી કોર્ટના જજને સુનાવણી દરમિયાન અપશબ્દો કહ્યા હતા અને તેમની નોટબુક પણ ફેંકી દીધી હતી.

ગત શુક્રવારે આ અરજી પર સુનાવણી બાદ ફેંસલો આપતા ન્યાયાધીશ ટી. વી. નલાવડે અને ન્યાયાધીશ વિભા કાકનવાડીની ખંડપીઠે વકીલને એક અઠવાડિયાની જેલની સજા સંભળાવી હતી અને બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ન્યાયાધીશે આરોપીને સજા સંભળાવતાં કાગનેએ ન્યાયાધીશને અપશબ્દો કહ્યા હતા અને તેમની વિરુદ્ધ નારાબાજી કરી હતી.

;