Court gives Bharti and Harsh a major tweak, judicial custody for 14 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોર્ટે ભારતી સિંહ અને તેના પતિ હર્ષને આપ્યો મોટો ઝટકો, બંનેને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

કોર્ટે ભારતી સિંહ અને તેના પતિ હર્ષને આપ્યો મોટો ઝટકો, બંનેને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

 | 3:09 pm IST

એન્ટરટેઈનમેન્ટ (Entertainment) ની દૂનિયામાં ફરી એકવાર ડ્રગ્સ (Drug Case) મામલાને લઈને ઘમાસાન મચ્યું છે. કોમેડિયન ભારતીસિંહ (Bharti singh) ને શનિવારે એનસીબી(NCB)એ ગાંજાનું સેવર કરવાના મામલામાં ધરપકડ કરી હતી. જેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા ભારતી અને તેના પતિને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કોર્ટે બંનેને ફરી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કિલા કોર્ટે ભારતી અને તેના પતિને 14 દિવસ એટલે કે 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારતીસિંહ (Bharti Singh) અને તેના પતિ (Harsh Limbachiya)  દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. જેને લઈને આવતીકાલે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં NCBએ ભારતી અને તેના પતિ હર્ષના રિમાંડની માગ કરી હતી પરંતુ તેમને સફળતા ન મળી. બંનેને 14 દિવસ સુધી ન્યાયિક હિરાસત (Judicial Custody) માં મોકલવામાં આવ્યા છે. બંનેએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેના ઉપર આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં કલાકો સુધી રેડ અને તપાસ કરી NCBએ ભારતીસિંહ(Bharti Singh)ની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેના પછી મોડી રાત્રે તેમના પતિ હર્ષની પણ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન NCB સમક્ષ ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ ડ્રગ્સ લેતા હોવાની કબૂલાત કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ કર્ફ્યૂ વચ્ચે અમદાવાદમાં વાગ્યા ઢોલ-શરણાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન