ભગવાન બારડને બરતરફ કરવા મામલે કોર્ટે ચુંટણીપંચને ફટકારી નોટિસ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ભગવાન બારડને બરતરફ કરવા મામલે કોર્ટે ચુંટણીપંચને ફટકારી નોટિસ

ભગવાન બારડને બરતરફ કરવા મામલે કોર્ટે ચુંટણીપંચને ફટકારી નોટિસ

 | 9:07 pm IST

તાલાલાના તત્કાલિન ધારાસભ્ય ભગવાન બારડને બરતરફ કરવા મામલે હાઇકોર્ટે ચુંટણીપંચને નોટિસ પાઠવી છે. તાલાલામાં પેટાચુંટણી શા માટે જાહેર કરી તે અંગે જવાબ માગ્યો છે. લાઇમ સ્ટોનનું માઇનિંગ કરવા મામલે વેરાવળ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી છે.

કોર્ટના નિર્ણય બાદ વિધાનસભાના સ્પીકરે ધારાસભ્યને બરતરફ કર્યા હતા આ નિર્ણય સામે બારડે હાઇકોર્ટમાં અરજી કરી છે અને તેમા એવી રજુઆત કરી છે કે સ્પીકર પાસે બરતરફ કરવાની સત્તા નથી. અને પેટાચુંટણી પણ જાહેર કરી શકાય નહી. આ અંગે કોર્ટે ચુંટણીપંચને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સરકાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે પાર્લામેન્ટના નિયમો અનુસાર સ્પીકર ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકે છે.સમાજ અથવા દેશને નુકશાન થાય તેવા ગંભીર ગુનામાં દોષિત જાહેર કરવામાં આવે છે ત્યારે પણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકાય છે. બે વર્ષથી વધુ સમયની ધારાસભ્યને સજા થાય તો તેને 6 વર્ષ સુધી ગેરલાયક ઠેરવવામાં આવે છે. સરકારે એવી દલીલ કરી હતી કે ભગવાન બારડ સામે સજા જાહેર થઈ ગઈ હોવાથી અને તે હુકમને આધારે તેમને ધારાસભ્યપદ પરથી પણ બરતરફ કરી દીધા છે તેમા સ્પીકરે કોઇ ગેરબંધારણીય કૃત્ય કર્યુ નથી . તેમને મળેલી સત્તાને આધારે જ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન