કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે કલોલ તાલુકા P.I. સામે નોટિસ ફટકારી - Sandesh
  • Home
  • Mehsana
  • કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે કલોલ તાલુકા P.I. સામે નોટિસ ફટકારી

કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે કલોલ તાલુકા P.I. સામે નોટિસ ફટકારી

 | 12:50 am IST

। કલોલ ।

કલોલ તાલુકાનાં ધાનજ ગામે રહેતાં સચિન નરેન્દ્રભાઈ પ્રજાપતિને કેનેડાના વકે પરમીટની ગારંટી આપી ખાત્રજ ગામના અને વિઝા સંબંધિત કામગીરી કરનાર એજન્ટ ભરત ચેહરાજી ઠાકોર અને તેના સાગરીતે રૂપિયા ૧૯,૬પ,૦૦૦/- પડાવ્યાં હતાં. તેઓ  વિઝા અપાવવાને બહાને સચીનને દિલ્હી સહીતના સ્થળે ફેરવી પરત લાવ્યાં હતાં. પરંતુ  કેનેડા વકે પરમીટ વિઝા ન અપાવી શકતાં સચિને પોતે આપેલ રૂપિયા પરત માંગ્યાં હતાં.તેમજ પોતાને કેનેડા વકે પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા ૧૯,૬પ,૦૦૦/- ખંખેરી છેતરપીંડી આચરવા બદલ ભરત ઠાકોર અને તેના સાગરીત સામે ફરીયાદ આપવા સચિન પ્રજાપતિ કલોલ તાલુકા પોલીસ મથક પહોંચ્યો હતો.જોકે , કલોલ તાલુકા પોલીસે ગમે તે કારણોસર સંબંધિત કબૂતરબાજો વિરૂધ્ધ  ફરીયાદ લેવાનું ટાળ્યું હતું.

પરીણામે પોતાની સાથે થયેલ વિશ્વાસઘાતની ફરીયાદ આપવા સચિન પ્રજાપતિએ ગુજરાત હાઈકોટેના દ્વાર ખખડાવ્યાં હતાં. તેઓએ પોતાના એડવોકેટ હાર્દીક પી.બારોટ મારફતે હાઈકોટેમાં રીટ પીટીશન કરી હતી.જેમાં નામદાર હાઈકોર્ટે કલોલ તાલુકા પોલીસ મથકનાં પોલીસ ઈન્સપેકટર નીરજ પટેલને સચિન પ્રજાપતિની ફરીયાદ લઈ ગુનો નોધવા અને જો ગુનો ના બનતો હોય તો તેને ચાર અઠવાડીયામાં લેખિતમાં જાણ કરવા હુકમ કર્યો હતો.આમછતાં સંબંધિત પોલીસ ઈન્સપેકટર હાઈકોટેના હુકમને ઘોળી ને પી ગયાં હતાં.હાઈકોર્ટે આપેલ સમય મયોદા વીતવા છતાં ન તો પોલીસે  ગુનો નોંધ્યો કે ન તો અરજદારને જાણ કરી !!!

તેથી, સચિન પ્રજાપતિએ નામદાર હાઈકોટેના હુકમનો અનાદર કરનાર  કલોલ તાલુકા પોલીસ ઈન્સપેકટર નીરજ પટેલની તુમાખીથી કંટાળી આખરે તેઓની  સામે કન્ટેમ્પટ ઓફ કોટે ની કાયેવાહી કરવા ફરી નામદાર હાઈકોટેનું શરણું લીધું હતું.તેઓની અરજ અન્વયે હાઈકોટેના ચીફ જસ્ટીસે હાઈકોટેનો આદેશ છતાં યોગ્ય કાયેવાહી ન કરનાર પોલીસ ઈન્સપેકટર નીરજ પટેલને કન્ટેમ્પટ ઓફ કોટેની નોટીસ ફટકારી છે. તેમજ આગામી માસમાં કોટે સમક્ષ હાજર રહેવા પણ હુકમ કર્યો છે. તાલુકા પોલીસ ઈન્સપેકટર સામે સખ્ત રૂખ અપનાવતાં  હાઈકોર્ટે ફટકારેલ કન્ટેમ્પટ ઓફ કોટે ની નોટીસ હાલમાં  સ્થાનિક પોલીસબેડાંમાં ચચોનું કેન્દ્ર બની છે.