ઈજિપ્તના પૂર્વ પ્રમુખને 20 વર્ષની જેલની સજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઈજિપ્તના પૂર્વ પ્રમુખને 20 વર્ષની જેલની સજા

ઈજિપ્તના પૂર્વ પ્રમુખને 20 વર્ષની જેલની સજા

 | 11:58 am IST

ઈજિપ્તની ફોજદારી કોર્ટે 2013માં હિંસા ભડકાવવાના આરોપમાં પૂર્વ પ્રમુખ મોહમ્મદ મુર્સીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે શનિવારે આ અંગેનો ચુકાદો આપ્યો હતો. મુર્સી સામે અનેક કેસ ચાલી રહ્યા છે, પરંતુ આ પ્રથમ કોર્ટ ચુકાદો છે. આ જ કેસમાં કોર્ટે અન્ય છ આરોપીઓને પણ 20 વર્ષની જેલની સજા ફરમાવી છે.

અગાઉ કેરોની કોર્ટે એપ્રિલ 2015માં મુર્સીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. મુર્સી પર ડિસેમ્બર 2012માં પ્રેસિડેન્શિયલ પેલેસ બહાર દેખાવો કરતાં દેખાવકારો સામે હિંસા ભડકાવવાનો આરોપ મુકાયો હતો.

તે વખતે મુર્સી પોતે ઈજિપ્તના પ્રમુખ હતાં. આ દેખાવોમાં એક પત્રકાર સહિત 10ના મોત થયા હતાં. મુર્સી જૂન 2012માં ઈજિપ્તના પ્રમુખ બન્યા હતાં. જોકે ત્યારપછી તેમની સામે પ્રચંડ વિરોધ ફાટી નીકળ્યો હતો અને સેનાએ હસ્તક્ષેપ કરીને તેમને હોદ્દા પરથી દૂર કર્યા હતાં. મુર્સી સામે જાસૂસી, ક્રાંતિ વખતે 25 જાન્યુઆરી 2011માં જેલમાંથી નાશી જવા તેમજ કોર્ટના અપમાન સહિતના અન્ય આરોપ હેઠળ પણ કેસ ચાલી રહ્યાં છે. તેઓ હાલમાં જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન