court's important comment in toolkit case while giving bail to disha ravi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિશા રવિને જામીન આપતા કૉર્ટની સખ્ત ટકોર- સરકારની નીતિથી અસંમત છે એટલે…

દિશા રવિને જામીન આપતા કૉર્ટની સખ્ત ટકોર- સરકારની નીતિથી અસંમત છે એટલે…

 | 9:37 pm IST
  • Share

સોશિયલ મીડિયા (Social Media) પર ખેડૂતોના વિરોધને લગતી ‘ટૂલકિટ’ (Toolkit) શેર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જળવાયુ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi)ને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન આપી દીધા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસે રજૂ કરેલા પુરાવા ‘નબળા અને અધૂરા’ છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા (Dharmendra Rana)એ દિશા રવિને એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તે જ રકમની બે બાંયધરી પર આ રાહત આપી હતી.

કોર્ટે કહ્યું કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી

ન્યાયાધીશે કહ્યું કે, “નબળા અને અધૂરા પુરાવા’ જોતાં મને 22 વર્ષીય યુવતિ માટે જામીન ન આપવાનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નહીં, જેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.” દિશા રવિની બેંગ્લોરથી દિલ્હી પોલીસની સાયબર સેલની ટીમે ધરપકડ કરી હતી અને તેને દિલ્હી લાવવામાં આવી હતી. તેની પોલીસ કસ્ટડી આજે પુરી થઈ રહી હતી. દિલ્હી કોર્ટે કહ્યું કે દિશા રવિ અને પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફૉર જસ્ટિસ’ વચ્ચે કોઈ સીધી કડી સ્થાપિત થઈ હોવાનું જણાતું નથી.

ટૂલકિટમાં હિંસા માટે અપીલ નથી કરવામાં આવી

કોર્ટે કહ્યું કે વોટ્સએપ ગ્રુપ બનાવવું અથવા એક હાનિકારક ટૂલકીટ સંપાદિત કરવી એ કોઈ ગુનો નથી. તેમણે વધુમાં કહ્યું કે એવું કંઈ પણ લાગતું નથી કે જે સ્પષ્ટ રૂપે સંકેત આપે કે દિશા રવિએ કોઈ પણ ભાગલાવાદી વિચારને ટેકો આપ્યો છે. પૂર્વાનુમાનોના આધારે તપાસ એજન્સીને નાગરિક સ્વતંત્રતાને વધારે પ્રતિબંધ કરવાની મંજૂરી આપી શકાય નહીં. ન્યાયાધીશે કહ્યું કે, ટૂલકિટના અવલોકનથી જાણવા મળે છે કે આમાં કોઈ પણ પ્રકારની હિંસા માટે અપીલ નથી કરવામાં આવી.

નાગરિકો સરકારના અંતરાત્માના રક્ષક

કોર્ટે કહ્યું, “મારી દ્રષ્ટિએ, કોઈપણ લોકશાહી રાષ્ટ્ર માટે, નાગરિકો સરકારના અંતરાત્માના રક્ષક છે. સરકારની નીતિઓથી અસંમત હોવાને કારણે તેમને જેલ મોકલી ના શકાય.” અદાલતે જણાવ્યું હતું કે, મતભેદો, અસહમતિ, વિરોધ, અસંતોષ, એટલા સુધી કે અસ્વીકાર એ રાજ્યની નીતિઓમાં નિષ્પક્ષતાને નક્કી કરવા માટેના કાયદેસરના સાધનો છે.

દિશાના જામીન મંજૂર

ઉલ્લેખનીય છે કે ‘ટૂલકિટ’ (Toolkit) મામલે ધરપકડ કરવામાં આવેલી પર્યાવરણ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi)ને પટિયાલા હાઉસ કૉર્ટ (Patiala House Court)થી જામીન મળી ગયા છે. દિશા રવિની એક દિવસની કસ્ટડી (Custody) ખત્મ થવા પર દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કૉર્ટમાં હાજર કરી. જસ્ટિસ ધર્મેન્દ્ર રાણાએ દિશાના જામીન મંજૂર કરી લીધા છે. જસ્ટિસે દિશાને એક લાખ રૂપિયાના બૉન્ડ પર જામીન આપ્યા છે. જો કે દિશાના વકીલે કૉર્ટમાં કહ્યું કે દિશાનો પરિવાર આટલી રકમ આપવા સક્ષમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન