Covaxin gets emergency approval for kids between 2 to 18 years old
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • બાળકોની રસીને લઇ મોટા સમાચાર, કોવેક્સિનને સરકારે આપી દીધી મંજૂરી

બાળકોની રસીને લઇ મોટા સમાચાર, કોવેક્સિનને સરકારે આપી દીધી મંજૂરી

 | 1:25 pm IST
  • Share

  • કોવેક્સિન બાળકોને આપી શકાશે

  • 2 થી 18 વર્ષના બાળકોને રસી મૂકાવી શકાશે

  • ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને કોવેકસની બનાવી છે

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે કોરોના રસીને મંજૂરી મળી ગઇ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ દેશમાં 2 થી 18 વર્ષ માટે કોવેક્સિનની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. સરકારની તરફથી આ વેક્સિનને લઇ ટૂંક સમયમાં જ ગાઇડલાઇન રજૂ કરાશે. બાળકોને કોવેક્સિનના બે ડોઝ અપાશે.

આપને જણાવી દઇએ કે ભારત બાયોટેક અને ICMRએ મળીને કોવેક્સિન બનાવી છે. તે ભારતીય કોરોના રસી છે. કોરોના વાયરસ વિરૂદ્ધ Covaxin ક્લિનિકલ ટ્રાયલ્સમાં લગભગ 78 ટકા અસરદાર સાબિત થઇ હતી.

આની પહેલાં ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-D ને ‘ઇમરજન્સી ઉપયોગ’ માટે દવા નિયામક DCGI પાસેથી મંજૂરી મળી ગઇ હતી. આ 12 વર્ષના બાળકો, કિશોરો અને મોટો લોકો મૂકાવી શકશે. ભારતમાં બનેલી આ દુનિયાની પહેલી DNA બેઝડ રસી હતી. દેશમાં અત્યારે કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક-V રસી માત્ર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાય છે. તેના બે ડોઝ અપાય છે. જ્યારે તેનાથી વિપરિત ઝાયકોવ-ડીના ત્રણ ડોઝ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો