Covaxin Vaccine 60 Percent Successful Against Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં વિકસિત COVAXIN કોરોના સામે લડવામાં 60% અસરદાર, જલદી મળશે ગૂડ ન્યૂઝ

ભારતમાં વિકસિત COVAXIN કોરોના સામે લડવામાં 60% અસરદાર, જલદી મળશે ગૂડ ન્યૂઝ

 | 5:02 pm IST

દેશ-દુનિયામાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ને ખત્મ કરવા માટે વેક્સિન (Vaccine)ને વિકસિત કરવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. આ દિશામાં લાગેલી ભારતીય કંપનીએ રવિવારના મોટું નિવેદન આપ્યું છે, જે તેની સફળતા તરફ ઇશારો કરી રહી છે. ભારત બાયોટેકે (Bharat Biotech) રવિવારના કહ્યું છે કે, તેના રિસર્ચર્સ (Research) દ્વારા બનાવવામાં આવી રહેલી ભારતની પહેલી સ્વદેશી વેક્સિન ઓછામાં ઓછી 60 ટકા પ્રભાવી હશે.

સ્વદેશી વેક્સિનનું નામ કોવેક્સિન છે

ભારતમાં બનાવવામાં આવી રહેલી સ્વદેશી વેક્સિનનું નામ કોવેક્સિન છે. ભારત બાયોટેકમાં ક્વોલિટી ઑપરેશન્સના પ્રમુખ સાઈ. ડી પ્રસાદે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), યૂનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO)એ શ્વસન રોગની રસીને મંજૂરી આપી દીધી છે, જ્યારે તે ઓછામાં ઓછી 50 ટકા પ્રભાવશાળી હતી. કંપનીનું કહેવું છે કે તેણે કોરોના વેક્સિનના લગભગ 60 ટકા પ્રભાવીકરણનું લક્ષ્ય રાખ્યું છે.

વેક્સિનનું ટેસ્ટિંગ ICMRની ભાગેદારીમાં

આ અનુમાનથી વધારે પણ થઈ શકે છે. જેવું કે તેમના પરીક્ષણમાં સામે આવ્યું છે કે વેક્સિન 50 ટકાથી ઓછી પ્રભાવશાળી રહે તેની સંભાવના ઓછી છે. કોવિડ-19ની પહેલી સ્વદેશી વેક્સિન બનાવી રહેલી ભારત બાયોટેકે આ મહિનાની શરૂઆતમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ કર્યું હતુ. ભારતમાં 25 સેન્ટર પર 26,000 વૉલિયન્ટર્સને આમાં સામેલ કરીને વેક્સિનનું ટેસ્ટિંગ ICMRની ભાગેદારીમાં કરવામાં આવી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: કોરોના કહેર વચ્ચે ભાજપના નેતાઓના તાયફા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન