COVID-19 cases rise in Europe, Russia Record break covid 19 death
  • Home
  • Top News
  • કોરોનોનું હોટ સ્પોટ બન્યું યુરોપ, રશિયામાં રેકોર્ડબ્રેક મોત નોંધાતા ફફડાટ

કોરોનોનું હોટ સ્પોટ બન્યું યુરોપ, રશિયામાં રેકોર્ડબ્રેક મોત નોંધાતા ફફડાટ

 | 8:52 am IST
  • Share

  • યુરોપિયન દેશોએ કોરોના વકરતા આકરા પગલાં ભર્યા
  • નેધરલેન્ડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઑસ્ટ્રિયામાં શરૂ થયો વિરોધ
  • રશિયામાં રેકોર્ડબ્રેક 1254 લોકોના મોત, જર્મનીમાં 63924 કેસ

યુરોપના કેટલાંય દેશોમાં કોરોના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે કેટલાંય દેશોમાં ફરીથી પ્રતિબંધો લાગ્યા છે. પ્રતિબંધોનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. નેધરલેન્ડસ અને ઓસ્ટ્રિયામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા અને ઓફિસમાં તોડફોડ અને આગચંપી કરી છે. તેમાં પોલીસકર્મી સહિત કેટલાંય લોકો ઘાયલ થયા છે. ઓસ્ટ્રિયાએ એક ફેબ્રુઆરીથી તમામ લોકો માટે કોવિડની રસી ફરજીયાત બનાવી દીધી છે.

યુરોપિયન દેશોએ ભર્યા આકરા પગલાં

સ્લોવાકિયાએ બિન જરૂરી વસ્તુની દુકાનો અને મોલમાં એ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો જેમણે એન્ટી કોવિડ વેક્સીન મૂકાવી નથી. રસી ના મૂકાવનારા લોકો જાહેર કાર્યક્રમોમાં પણ જઇ શકશે નહીં. એટલું જ નહીં કામ પર જવા માટે પણ આવા લોકોને બે વખત તપાસ કરાવવી પડશે. યુનાનના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે એન્ટી કોવિડ રસી મૂકાવનારા લોકોને રેસ્ટોરાં, સિનેમા,થિયેટર, લાઇબ્રેરી અને જિમમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચેક ગણરાજ્ય એ પણ આવા લોકો પર પ્રતિબંધ મૂકી દીધા છે.

નેધરલેન્ડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

વધતા સંક્રમણને જોતા નેધરલેન્ડસના રોટરડમ શહેરમાં પ્રતિબંધ મૂકી દીધો છે. તેના વિરોધમાં શુક્રવારના રોજ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા અને પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ કેટલીય ઓફિસોમાં તોડફોડ કરી અને પોલીસના વાહનમાં આગ લગાવી દીધી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આ હિંસક પ્રદર્શનમાં પોલીસકર્મી સહિત સાત લોકો ઘાયલ થયા છે. પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે. નેધરલેન્ડસના કાયદા મંત્રીએ ઘટનાની નિંદા કરતાં પ્રદર્શનકારીઓની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનું કહ્યું છે.

ઑસ્ટ્રિયામાં શરૂ થયો વિરોધ

ઑસ્ટ્રિયાએ સોમવારથી 10 દિવસ માટે લોકડાઉન લગાવાની જાહેરાત કરી છેજે 20 દિવસ સુધી વધી શકે છે. ઑસ્ટ્રિયા સરકારે આવતા વર્ષ એક ફેબ્રુઆરીથી તમામ માટે રસીકરણને ફરજીયાત બનાવી દીધું છે. શનિવારથી જ તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. પ્રમુખ વિપક્ષી દળે પણ પ્રદર્શનનું સમર્થન કર્યું છે. ઑસ્ટ્રિયાની સાથે જ સ્વિટ્ઝરલેન્ડ, ક્રોએશિયા અને ઇટલીમાં પણ પ્રતિબંધોની વિરૂદ્ધ છે. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડમાં આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે કેટલાંય વિસ્તારોમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો ત્યારે પણ લોકોએ ભારે વિરોધ કર્યો હતો.

સિંગાપોર બાળકોને રસી આપવાની યોજના બનાવી

સિંગાપોરની સરકારે જાન્યુઆરીથી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ-19 વિરોધી રસી આપવાની યોજના બનાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે કોવિડ-19ના કુલ કેસમાંથી 11.2 ટકા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યા છે.

ચેક ગણરાજ્યમાં કેસોમાં વધારો

ચેક ગણરાજ્યમાં એક અઠવાડિયામાં બીજી વખત કોરોના ચેપના 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 22,936 નવા કેસ નોંધાયા છે. ચેક રિપબ્લિકમાં ગુરુવારે મહામારીના લીધે 110 લોકોના મોત થયા હતા.

રશિયામાં રેકોર્ડબ્રેક 1254 લોકોના મોત, જર્મનીમાં 63924 કેસ

સમાચાર એજન્સી એપીના રિપોર્ટ અનુસાર રશિયામાં છેલ્લા 24 કલાકમાં મહામારીના લીધે રેકોર્ડબ્રેક 1254 લોકોના મોત થયા છે જ્યારે 37120 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ રશિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9,294,188 થઈ ગઈ છે જ્યારે મહામારીને કારણે 262,843 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. જર્મનીમાં 24 કલાકમાં 63,924 કેસ નોંધાયા છે જ્યારે 248 લોકોના મોત થયા છે. જર્મનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 5,312,215 થઈ ગઈ છે જ્યારે 98,987 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો