Covid-19: India reports 6,654 new cases in another record daily spike
  • Home
  • Corona live
  • દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો સવા લાખને પાર, નવા પોઝીટીવ કેસના આંકડા રેકોર્ડ બ્રેક

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો સવા લાખને પાર, નવા પોઝીટીવ કેસના આંકડા રેકોર્ડ બ્રેક

 | 10:18 am IST

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 6654 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે, જ્યારે 137 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 125101 થઇ ગઇ છે. તેમાંથી 69597 કેસ એક્ટિવ છે. તો કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા વધીને 3720 થઇ ગઇ છે. રાહતની વાત એ છે કે 51784 દર્દી સાજા થઇ ગયા છે.

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકની અંદર 14 નવા હોટસ્પોટ બન્યા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ હોટસ્પોટનો રેકોર્ડ છે. તેની સાથે જ હવે દિલ્હીમાં કન્ટેઝમેન્ટ ઝોનની કુલ સંખ્યા વધીને 92 પર પહોંચી ગઇ છે. જો કે આ સમયગાળા દરમ્યાન દિલ્હીનો એક વિસ્તાર કંટેનમેન્ટ ઝોનની યાદીમાંથી બહાર પણ થયો છે.

આની પહેલાં ગુરૂવારના રોજ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના લીધે 148 લોકોના મોત થયા હતા. આ અંગે માહિતી આપતા સ્વાસ્ત્ય મંત્રાલયે શુક્રવારના રોજ કહ્યું હતું કે ગુરૂવાર સવારથી 148 લોકોની આ વાયરસના લીધે મોત થયું અને 6088 નવા કેસ સામે આવ્યા.

તેણે બતાવ્યું કે દેશમાં 66330 સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે, સંક્રમિત થયેલા 48533 લોકો હવે સ્વસ્થ થઇ ગયા છે અને એક દર્દી વિદેશ જતો રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં અંદાજે 40.97 ટકા દર્દી સંક્રમણમાંથી બહાર આવી ચૂકયા છે. જે લોકોના સંક્રમિત થયાની પુષ્ટિ થઇ છે તેમાં વિદેસી પણ સામલે છે.

ગુરૂવારથી સવારથી સંક્રમણના લીધે જે 148 લોકોના મોત થયા છે. તેમાં મહારાષ્ટ્રમાં 64, ગુજરાતમાં 24 , દિલ્હીમાં 18, ઉત્તર પ્રદેશમાં 11, તામિલનાડુમાં 7, પશ્ચિમ બંગાળમાં 6, તેલંગાણામાં 5, રાજસ્થાનમાં 4, મધ્યપ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 2, અને બિહાર-હરિયાણા-પંજાબમાં 1-1 વ્યક્તિ સામેલ છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન