covid 19 patients not infectious after 9 days uk studies
  • Home
  • Featured
  • રાહતના સમાચાર, 9 દિવસ બાદ કોરોનાના દર્દી નથી ફેલાવતા ચેપ, સ્ટડીમાં થયો ખુલાસો

રાહતના સમાચાર, 9 દિવસ બાદ કોરોનાના દર્દી નથી ફેલાવતા ચેપ, સ્ટડીમાં થયો ખુલાસો

 | 8:56 am IST

કોરોના વાયરસ પર વૈજ્ઞાનિકોનું સંશોધન સતત ચાલતું રહ્યું છે અને દરરોજ કેટલાક નવા તથ્યો બહાર આવી રહ્યા છે. હવે એક નવી સ્ટડીમાં બહાર આવ્યું છે કે કોરોના વાયરસના દર્દીઓ 9 દિવસ પછી ચેપી નથી રહેતા. એટલે કે, 9 દિવસ પછી આ રોગ કોરોના વાયરસવાળા અન્ય દર્દીને ચેપ ફેલાવતો નથી. આ સ્ટડી medRxivમાં છપાઇ છે. આ સ્ટડીની સમીક્ષા કરવાની બાકી છે.

આ રીપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ 79 લોકોના ડેટા એકઠા કર્યા હતા. રીપોર્ટમાં ખુલાસો થયો કે ગળુ, નાક અને મળના કણો દર્દીમાં 9 દિવસ બાદ સંક્રમણ ફેલાવતા નથી. આ સ્ટડીનો મુખ્ય શોધકર્તા મુગે કેવિક અને એન્ટોનિયા છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનું જેનેટિક મટીરિયલ RNAના દર્દીઓના ગળામાં સરેરાશ 17 થી 83 દિવસ સુધી રહે છે અને ત્યારબાદ RNA ચેપ ફેલાવતો નથી. શોધકર્તાઓએ કહ્યુ કે PCR ટેસ્ટમાં આ RNAમાં પકડાય જાય છે જે 9 દિવસ પછી વાયરસ ફેલાવવામાં નિષ્ફળ જાય છે.

સ્ટડી અનુસાર કોરોના વાયરસના દર્દીને RNA શ્વસનતંત્ર અને મળમાં લાંબા સમય સુધી રહેશે જો કે થોડા દિવસ સુધી સક્રિય રહે છે. કેટલીક સ્ટડી આ વાત પર સહમત છે કે કોરોના વાયરસના દર્દીઓમાં વાયરલ લોડ ખુબ વધી જાય છે. બીમારીના પહેલા અઠવાડિયામાં 5 દિવસ સુધી કોરોના દર્દીઓ વધારે ચેપ ફેલાવે છે ધીરે ધીરે તેની અસર ઓછી થવા લાગે છે.

સંશોધનકારોએ એમ પણ કહ્યું હતું કે, જે લોકો લક્ષણ વિનાના હોય છે, તેઓને ભવિષ્યમાં પણ ચેપ લાગવાની આશંકા છે. અધ્યયનમાં લોકોને આ રોગચાળા વિશે જાગૃત રહેવા જણાવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન