covid cases increased risk of corona in France-more-than-100-patients
  • Home
  • Top News
  • ઓમિક્રોને આ દેશમાં વરસાવ્યો કહેર, ટપોટપ ભરાવા લાગ્યા ICUના બેડ

ઓમિક્રોને આ દેશમાં વરસાવ્યો કહેર, ટપોટપ ભરાવા લાગ્યા ICUના બેડ

 | 10:18 am IST
  • Share

  • કોરોનાના નવા કેસોને કારણે ફ્રાન્સની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી
  • એક અઠવાડિયા પહેલાની તુલનામાં, કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં 18% થી વધુનો ઉછાળો
  • 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત નવા વેરિઅન્ટની ઓળખ થઇ

 

કોરોના વાયરસના (Coronavirus) નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron) વિશ્વભરના દેશોની ચિંતા વધારી દીધી છે. કોરોનાના નવા વેરિઅન્ટમાં 50 સ્પાઇક્સ સ્પાઇક મ્યુટેશન (Spike Mutations) હોવાને કારણે તે ખૂબ જ ઘાતક હોવાનું કહેવાય છે. કોરોનાના નવા વેરિઅન્ટની અસર ફ્રાન્સમાં (France) પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોરોનાના નવા કેસોને કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.  માહિતી અનુસાર, માર્ચ-એપ્રિલ પછી ગંભીર રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા 117થી વધીને હવે 1749 થઈ ગઈ છે.

કોરોના સંક્રમણ પછી, ICUમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ 100થી વધુ જણાવવામાં આવી રહી છે. ફ્રાન્સની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 470થી વધીને 9,860 થઈ ગઈ છે, જે 29 માર્ચ પછીનો સૌથી મોટો એક જ દિવસનો ઉછાળો છે.

એક અઠવાડિયા પહેલાની તુલનામાં, કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં 18% થી વધુનો ઉછાળો આવ્યો છે. ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઓલિવિયર વેરાને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ફ્રાન્સ કોરોનાવાયરસ સંક્રમણની પાંચમી લહેર સામે લડી રહ્યુ છે. હેલ્થ મિનિસ્ટર વેરાને કહ્યું હતું કે, ઘણા પડોશી દેશોપહેલેથી જ COVID-19 રોગચાળાની પાંચમી લહેર અનુભવી રહ્યુ છે, જેનો આપણે ફ્રાન્સમાં અનુભવ કરી રહ્યા છીએ. આ સ્પષ્ટપણે કોરોનાની પાંચમી લહેરની શરૂઆત દેખાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે ચેતવણી આપી હતી કે વૈશ્વિક સ્તરે નવા કોવિડ-19 વેરિઅન્ટ ‘ઓમિક્રોન’નું જોખમ ઘણું વધારે છે. આ સાથે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે નવો વેરીઅન્ટ ચેપી અને ખતરનાક છે તે અંગે અનિશ્ચિતતા રહે છે. જો ઓમિક્રોનના કારણે કોવિડ -19 ની અસર થશે તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે.

24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત નવા વેરિઅન્ટની ઓળખ કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ‘ઓમિક્રોન’ વેરિઅન્ટ ઘણા મ્યુટેશનનું પરિણામ છે. કોવિડ B.1.1.1.529 ના વધુ સંક્રમણ સ્વરૂપની પ્રથમવાર 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાને જાણ કરવામાં આવી હતી. આ પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ તેની ઓળખ થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો