covid lock down SBI q1 profit jumps 81 to rs 4189.34 crore
  • Home
  • Business
  • લોકડાઉનમાં પણ દેશની સૌથી મોટી બેન્ક થઈ ગઈ માલામાલ, 81 ટકા વધી ગયો નફો

લોકડાઉનમાં પણ દેશની સૌથી મોટી બેન્ક થઈ ગઈ માલામાલ, 81 ટકા વધી ગયો નફો

 | 11:24 am IST

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ જેના કારણે મોટાભાગના સ્કેટરમાં મોટો ફટકો પડ્યો હતો. આર્થિક સ્થિતિ દરેક ક્ષેત્રે કથળી ગઈ હતી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, તેની અસર બેંકિંગ ક્ષેત્રે પણ થશે. જો કે જોવાની વાત એ છે કે આ તમામ વચ્ચે પણ SBI બેન્કે સતત તેજી કરી છે. સવાલ એ છે કે કોરોના સ્થિતિમાં દેશની સૌથી મોટી બેંક SBIનું અર્થતંત્ર કેમ આટલુ ગતિમાં છે ચાલો તેના વિશે જાણીએ.

નફો 81 ટકા વધી ગયો
એપ્રિલથી જૂન વચ્ચે SBIનો નફો આંખો ફાટી જાય તેટલો 81 ટકા વધી ગયો છે. આ માહિતી SBI તરફથી આપવામાં આવી છે. બેન્ક અનુસાર ચાલુ નાણાંકીય વર્ષના ત્રિમાસીક ગાળાનો નફો 4,189.34 કરોડે પહોંચી ગયો છે.

પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, બેન્કને 2,312.02 કરોડનો ચોખ્ખો નફો મળ્યો હતો. ક્વાર્ટર દરમિયાન SBIની કુલ આવકમાં વધારો થયો છે. 74,457.86 કરોડે પહોંચી ગઇ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 70,653.23 કરોડ હતું.

શા માટે થયો આટલો તગડો નફો?
સામાન્ય રીતે લોન લીધા બાદ નાદારી જાહેર થતા બેન્કને મોટો ફટકો પડતો હોય છે. જે હાલ ખુબજ ઘટી જતા નફો વધ્યો. પહેલા ગાળામાં બેન્કની NPA ઘટીને 5.44 ટકા થઈ ગઈ. જે ગયા નાણાંકીય વર્ષમાં 7.53 ટકા હતો. SBIના સતત વધી રહેલા નફા બાદ બેન્ક શેરોમાં પણ રોનક જોવા મળી હતી.

Non-Performing Asset (NPA) વધવાની શક્યતા

રિઝર્વ બેંકના તાજેતરના અનુમાન મુજબ માર્ચ 2021 સુધીમાં બેંકોનાં NPA 8.5 ટકાથી વધીને 12.5 ટકા થઈ શકે છે. આરબીઆઈ Force-sensing resistor અનુસાર, કુલ NPA નોંધપાત્ર રીતે વધશે અને તે 14.7 ટકા સુધી જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન