Covid Positive Death To Get Exgratia Centre To Supreme Court
  • Home
  • Featured
  • કોરોનાના કારણે આપઘાતને પણ કોવિડથી મોત માનીશું, કેન્દ્રએ SCમાં આપી જાણકારી

કોરોનાના કારણે આપઘાતને પણ કોવિડથી મોત માનીશું, કેન્દ્રએ SCમાં આપી જાણકારી

 | 8:11 pm IST
  • Share

કોરોનાના કારણે આપઘાત કરવાના કેસમાં પણ કેન્દ્ર સરકાર કોવિડથી થયેલું મોત માનશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરીને આ જાણકારી આપી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, કોરોના વાઈરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થયાના 30 દિવસની અંદર જ આત્મહત્યા કરનારા લોકોના પરિવારજનોને ગાઈડલાઈન મુજબ 50 હજાર રૂપિયાના વળતરના હકદાર બનશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોરોનાની તપાસ થયા કે સંક્રમણની પુષ્ટી થયાના 30 દિવસની અંદર થનારા મોતને પણ મહામારીથી થયેલું મૃત્યુ માનવામાં આવશે, પછી તે મૃત્યુ હોસ્પિટલની બહાર કેમ ના થયું હોય.

અગાઉની સુનાવણીમાં જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ એએસ બોપન્નાની પીઠે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, તમે ભારપૂર્વક કહ્યું છે કે, કોરોના પીડિત વ્યક્તિએ જો આત્મહત્યા કરી છે, તે તે આવા પ્રમાણપત્રનો હક્કદાર નહીં હોય. આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂરત છે. જેના જવાબમાં મહેતાએ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કરવામાં આવેલી ચિંતા પર વિચાર કરવામાં આવશે.

હકીકતમાં સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું હતું કે, આત્મહત્યા, હત્યા કે દુર્ઘટનાના કારણે જીવ ગુમાવવાને કોવિડથી મોત નહીં માનવામાં આવે, ભલે તે કોવિડથી સંક્રમિત કેમ ના હોય?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો