Cow antibiotics reduced in bid to tackle superbugs
  • Home
  • World
  • મરઘા, ભૂંડ બાદ શું હવે પછીના રોગચાળાનું કારણ ગાય હશે?

મરઘા, ભૂંડ બાદ શું હવે પછીના રોગચાળાનું કારણ ગાય હશે?

 | 10:17 pm IST

હવે પછીના કોઈ મોટા રોગચાળાનું કારણ ગાય બને તો નવાઈ નહીં. એક નવાં અધ્યયનમાં એવું સામે આવ્યું છે કે ગાયોમાં એન્ટિબાયોટિક પ્રતિકાર સુપર બગ મળી આવે છે જે સહેલાઈથી માણસમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે. એમઆરએસએ નામે ઓળખાતા આ પરિબળને કારણે પ્રાણઘાતક રોગો જેવા કે ન્યુમોનિયા અથવા ઝેરી સિન્ડ્રોમ થતાં હોય છે. પહેલી વાર એન્ટિબાયોટિક રેઝિટન્સને ગાયો સાથે જોડવામાં આવ્યું છે. અગાઉ આ માટે ભૂંડોને જવાબદાર ગણવામાં આવતાં હતાં. નિષ્ણાતોએ આ પહેલાક એવી ચેતવણી આપી હતી કે એન્ટિબાયોટિક પ્રતિકાર આતંકવાદ જેટલું જ જોખમ ખડું કરે છે.

તબેલામાં સુપર બગનું સૌથી વધારે જોખમ

તબેલામાં રહેતી ગાયો માણસોમાં સરળતાથી સંક્રમણ ફેલાવતી હોય છે. સામાન્ય રીતે ગોવાળો જે ગાયોના સંપર્કમાં રહેતાં લોકોમાં આ સુપર બગ સરળતાથી મળી આવતું હોય છે.

પ્રતિકાર કટોકટી વિશે વાત કરતાં પ્રોફેસર સેન બ્રાન્ડીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વભરમાં એન્ટિબાયોટિકની સરળ ઉપલબ્ધતા હોવાને કારણે ચેપીરોગો મોતનું મુખ્ય કારણ બની રહ્યા છે. નવી થેરપીના અભાવમાં બિનચેપીરોગોને કારણે મૃત્યદરમાં વધારો થઈ રહ્યો છે.

એન્ટિબાયોટિક પ્રતિકાર ચેપને કારણે લોકોનાં મોત

વિશ્વઆરોગ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર, પ્રતિકાર કટોકટી કોઈ પણ દેશના કોઈ પણ વયના માણસને અસર કરી શકે છે. હેલસિંકી યુનિર્વિસટીના સંશોધકોએ એમઆરએસએના અભ્યાસ બાદ આ તારણ આપ્યું હતું. ડીએનએમાં થયેલા ફેરફારો નક્કી કરવા માટે માણસો અને પ્રાણીઓમાં બેક્ટેરિયાનાં રંગસૂત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો. વિશ્વબેન્કના આંકડા અનુસાર દર વર્ષે યુરોપ અને અમેરિકામાં એન્ટિબાયોટિક પ્રતિકાર ચેપને કારણે 50,000 લોકો મોતનો ભોગ બને છે. વૈશ્વિક રીતે હાલમાં 70,000 લોકો મેલેરિયા, એઇડ્સ અને ટીબીને કારણે મૃત્યુ પામે છે.

અમેરિકામાં ઘાતક સુપર બગની શોધ

અમેરિકામાં એક એવા ભારતીય સુપર બગની શોધ થઈ છે કે જેના પર કોઈ પણ એન્ટિબાયોટિકની અસર થતી નથી. ડોક્ટરોએ તેને ન્યૂ ડેલી મેટાલો બીટા લેક્ટામેસ નામ આપ્યું છે. 70 વર્ષીય એક સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ ડોક્ટરોએ તેની શોધ કરી હતી. હજુ હમણાં જ એક 70 વર્ષીય મહિલાનું મૃત્ય થયું હતું. આ મહિલા બે વર્ષ પહેલાં તેના થાપાનાં હાડકાનું ઓપરેશન કરાવવા દિલ્હી આવી હતી, મહિલાના જખમના નમૂનામાં આ સુપર બગ જોવા મળ્યું હતું.