Cow eat Panipuri

Video : પાણીપુરી ખાતી ગાય અને વાછરડી

 | 12:28 pm IST

પાણીપુરીની લારી કે સેન્ટર હોય ત્યાં મહિલાઓની ભીડ જામેલી જ હોય. પાણીપુરી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુંકશાન થતું હોય છે. પાણીપુરીમાં વપરાતા બટાટા સહિતની સામગ્રી ખાવા લાયક નથી હોતી. જેને લઈને તંત્રએ પાણીપુરીના સેન્ટરો પર ઘોંચ બોલાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ અહીં સિનારીયો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અહીં ગાય અને તેનું વાછરડું જ પાણીપુરી ઝાપટી રહ્યાં છે. પુરીમાં મસાલો, પાણી અને ચટણી નાખીને આપવામાં આવતી પાણીપુરી ગાય-વાછરડી બિંદાસથી ખાઈ રહ્યાં છે.