ભાગ્યશાળી છે આ ગાયો, દરરોજ `પીવા’ મળે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભાગ્યશાળી છે આ ગાયો, દરરોજ `પીવા’ મળે છે

ભાગ્યશાળી છે આ ગાયો, દરરોજ `પીવા’ મળે છે

 | 5:59 pm IST
  • Share

બેલ્જિયમના ચિમે શહેરમાં હ્યુજિસ ડેર્ઝેલી નામનો એક પશુપાલક રહે છે. એક વખત તેણે ઇન્ટરનેટર પર વાચ્યું કે અમુક જપાનીઓ પોતાની ગાયોને બિઅરનો મસાજ કરે છે અને જાતભાતનું સંગીત પણ સંભળાવે છે.

અલબત, આનાથી કોઇ ફાયદો થાય છે એ વાતમાં કશો દમ નથી એ સાબિત થઇ ચકયું છે, પરંતુ એ વાંચીને તેને લાગ્યું કે તેણે પણ આવું કંઇક કરવું જોઇએ. તેણે ગાયોને બિઅરનો મસાજ કરવામાં સમય બગાડવાને બદલે સીધો પોતાની ગાયોને બિઅર જ પીવડાવવાની શરૂઆત કરી છે. ગયા નવેમ્બર મહિનાથી શરૂ કરીને આજે તે પોતાની તમામ ગાયોને રોજનો ચાર લીટર ફલેવર ઓફ ધ લોન્ગ મીડો પ્રકારનો સ્ટોન્ગ બિઅર પીવડાવી દે છે.

તેની દલીલ છે કે ગાયના પેટમાં રહેલા બેકટેરિયા આ બિઅરનું તરત જ પાચન કરી નાખે છે, જે એના શરીરમાં ભળી જાય છે. વચ્ચે ઓસ્ટ્રેલિયાના એક કાઉ ફાર્મમાંથી ગાયોને ચોકલેટ ખવડાવવાના પણ સમાચાર આવેલા. ગાયોને બિઅર પીવડાવવાથી કે ચોકલેટ ખવડાવવાથી કયા પ્રકારના ફાયદા થાય છે એની ચર્ચા કરવા બેસીએ તો આપણે ત્યાં હવે આજીવન કેદની સજા થાય એવો કાયદો આવી ચુકયો છે. એટલે અણસાર પૂરતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન