ભારતમાં ગૌ રક્ષકોની હિંસા, અમેરિકાને થાય છે ચિંતા - Sandesh
  • Home
  • World
  • ભારતમાં ગૌ રક્ષકોની હિંસા, અમેરિકાને થાય છે ચિંતા

ભારતમાં ગૌ રક્ષકોની હિંસા, અમેરિકાને થાય છે ચિંતા

 | 9:53 am IST

ભારત સરકાર હિંસાની ઘટના સામે કાર્યવાહી કરવામાં ધીમી ગતિ અપનાવે છે ત્યારે અમે આ અંગેની ચિંતા ભારત સરકાર સમક્ષ સ્પષ્ટપણે વ્યક્ત કરીએ છીએ, ગાય વિશે થયેલા કેટલાક વિવાદ આ માટે સ્પષ્ટ ઉદાહરણ છે

અમેરિકાએ જણાવ્યું છે ભારત સરકાર જ્યારે પણ ધર્મના નામે હિંસા થાય છે અને અતિઉત્સાહી ગૌરક્ષક વિશેની ઘટના બને છે ત્યારે ધીમી ગતિએ કામગીરી બજાવે છે. ભારત સરકારની આ વર્તણુંક અંગે અમેરિકાએ સ્પષ્ટપણે ચિંતા વ્યક્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના અમેરિકાના એમ્બેસેડર એડ. લાર્જ રબ્બી ડેવિન નાથમ સુપરસ્ટીને પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત સરકાર હિંસાની ઘટના સામે કાર્યવાહી કરવામાં ધીમી ગતિ અપનાવે છે ત્યારે અમે આ અંગેની ચિંતા ભારત સરકાર સમક્ષ સ્પષ્ટપણે વ્યક્ત કરીએ છીએ. ગાય વિશે થયેલા કેટલાક વિવાદ આ માટે સ્પષ્ટ ઉદાહરણ છે.

સુપરસ્ટીને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના વર્ષ 2015નો અહેવાલ જારી કરતાં જણાવ્યું હતું કે જોકે અનેકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાની ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા અને બધાની સુરક્ષા વિશેની જરૂરિયાત વિશે બોલ્યા છે અને ખુબ જ દ્રઢતા સાથે બોલે છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન