Cracks on the Statue of Unity, Learn More Details in gujarat
  • Home
  • Baroda
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પડી ‘તિરાડો’, જાણો વધુ વિગત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પડી ‘તિરાડો’, જાણો વધુ વિગત

 | 8:23 am IST

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી હોવાની અફવાએ સોશિયલ મીડીયામાં જોર પકડયું છે. એની સત્ય હકીકત એ છે કે 182 મીટર ઊંચી પ્રતિમા ઊભી કરવી હોય તો કોઇ સિંગલ પાર્ટથી ઉભી કરવી શક્ય જ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી ગઇ હોવાની અફવા વેલ્ડિંગના કારણે જોઇન્ટની તિરાડો દેખાતા ભાષ થાય છે.

આટલી મોટી પ્રતિમા અલગ અલગ પ્રકારના હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરીને ઊભી કરવી પડે છે. એવી જ રીતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી પણ હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઊભી કરાઇ છે.

હવે એ જોઇન્ટ વચ્ચે જે વેલ્ડિંગ મારયું છે તે જગ્યા પર સ્વાભાવિક રીતે તિરાડ પડી હોવાનુ પ્રથમ દ્રષ્ટીએ ભાસ થાય. પણ ખરેખર એ તિરાડો નથી પડી. પ્રતિમા ઊભી કરવા માટે લગાવાયેલો એક જોઇન્ટનો ભાગ જ છે. જેથી તિરાડો પડી હોવાની વાતો માત્ર અને માત્ર અફવા ભરેલી છે.