Craftsmen built the longest 207-foot wooden boat at a cost of Rs 10 crore
  • Home
  • Featured
  • કારીગરોએ 10 કરોડનાં ખર્ચે સૌથી લાંબી 207 ફૂટની લાકડાંની બોટ બનાવ

કારીગરોએ 10 કરોડનાં ખર્ચે સૌથી લાંબી 207 ફૂટની લાકડાંની બોટ બનાવ

 | 7:30 am IST
  • Share

  • ખાડી દેશના શાહી પરિવારનો ઓર્ડર હતો

  • બોટમાં 9 એસી રૂમની સુવિધા ઉપ્લબ્ધ

  • બોટ બનાવવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો

રાજકોટ-માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની લંબાઈ સાથે તૈયાર થઈને ઉભી છે. અત્યાર સુધી બનાવાયેલી બોટમાં સૌથી લાંબી હશે. માંડવીમાં પાછલા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરાય છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે અને હવે આ જ માંડવીમાં સૌથી લાંબી બોટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે.

વિશાળકાય બોટની લંબાઈ 18 ફૂટ છે

ત્રણ માળની આ વિશાળકાય બોટની લંબાઈ 18 ફૂટ છે. આ શાહી બોટ દુબઈની એક રોયલ ફેમિલી માટે તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુબઈના એક શાહી પરિવારે પોતાના ફ્શિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે. બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્ર્રી જણાવે છે કે, અમને ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફ્થી આ ફ્શિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આ વિશાળકાય બોટ બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને 35 અન્ય કારીગરોની મદદ લેવામાં આવી. હવે બોટ લગભગ બનીને તૈયાર છે અને એક મહિનામાં તે દુબઈ જવા રવાના થઈ જશે. મને જાણવા મળ્યું છે કે જે લોકોએ ઓર્ડર આપ્યો છે તે દુબઈના શાહી પરિવારના લોકો છે.

માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા

આ બોટમાં આઠ અન્ય બોટનો સમાવેશ થઈ શકે છે. બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ 23,000 ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોટની અંદર 9 રુમ છે જેમાં એસી પણ મૂકવામાં આવ્યા છે. આ ઓરડાઓમાં લગભગ 32 લોકો રહી શકે છે. જે માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાકડાની આ વિશાળકાય બોટ દુબઈ પહોંચી જશે પછી તેમાં એન્જિન ગોઠવવામાં આવશે, જે ડીઝલથી ચાલશે. શરુઆતમાં આ બોટ બનાવાવનો ખર્ચ 6.5 કરોડ રુપિયા હતો, પરંતુ માલિકે તેમાં અન્ય વસ્તુઓ ઉમેરવાનું કહેતા વધુ 3.5 કરોડ રુપિયા ખર્ચ થઈ ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો