crane operator annoys sunbather by casting a shadow on him
  • Home
  • Featured
  • VIDEO: એક શખ્સ સરસ મજાનો તડકો ખાવા બગીચામાં બેઠો, પણ ક્રેનવાળાએ જબરો ખેલ કરી નાંખ્યો

VIDEO: એક શખ્સ સરસ મજાનો તડકો ખાવા બગીચામાં બેઠો, પણ ક્રેનવાળાએ જબરો ખેલ કરી નાંખ્યો

 | 3:53 pm IST

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોનો દિવસ બનાવી દીધો છે. વીડિયો જોઈને દરેકના મોઢા પર સ્મિત રેલાઈ ચૂક્યું છે. 20 મેના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો હવે લોકોમાં એકદમ લોકપ્રિય થઈ ગયો છે. આ જ કારણ છે કે બે દિવસમાં જ તેને 30 લાખથી વધુ વ્યૂ અને 85 હજારથી વધુ લાઈક્સ મળી ગઈ છે.

એક માણસ પાર્કમાં સૂતો છે. તેને તડકો ખાવો છે. તેની ઉપર ક્રેન છે. ક્રેન ચલાવનાર માણસ ધીમે ધીમે વ્યક્તિ અને સૂર્યની વચ્ચે ક્રેનનો ભાગ લાવે છે. પછી માણસનો મગજ ગરમ થઈ જાય છે અને તે તેનું સ્થાન બદલી નાખે છે. પરંતુ ફરીથી ક્રેન ચલાવતો વ્યક્તિ ક્રેનનો ભાગ માણસ પર લાવે છે અને હેરાન કરે છે. બસ આ તડકાની રમત લોકોને હસાવતી આવી છે. કેટલાક લોકોએ તેના પર જબરદસ્ત મીમ્સ પણ બનાવ્યા છે. તો અહીં જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન